સુરત: સચિન ખાતે આવેલા લાજપોર જેલના તમામ કેદીઓ સહિત જેલના અધિકારી- કર્મચારીઓ પણ દવા અને ઉકાળો પી રહ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આયુર્વેદીક અને હોમિયોપેથીક ડોકટરોની ટિમ જેલ પહોંચી હતી અને તમામને ઉકાળો પીવડાવામાં આવ્યો હતો. કોરોના વાઈરસે હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી લીધો છે. સુરતમાં 60 કલાક પહેલા રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણનો એક પણ કેસ જોવા મળ્યો નહોતો, પરંતુ ગત 36 કલાકમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતા લાજપોર મધ્યસ્થ જેલમાં પણ કેદીઓનું પણ સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
કોરોના ઇફેક્ટ : સુરત જેલના કેદીઓને હોમીઓપેથીક દવા અને ઉકાળો પીવડાવાયો - કોરોના વાઈરસ
કોરોના વાયરસને લઈ જેલ તંત્ર પણ એલર્ટ છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં 1190 કેદીઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતુ. નવા કેદીઓને પાંચ દિવસ સુધી ક્વોરોન્ટાઇનમાં રખાશે. લાજપોર જેલમાં હાલ કુલ 2679 કેદીઓની સંખ્યા છે. 2578 પુરુષ કેદી અને 101 મહિલા કેદી છે. અંદાજિત 300થી વધુનો સ્ટાફ છે. સરકારી તબીબોની ટીમ અંદર મેડિકલ તપાસ કરી રહી છે. હોમીઓપેથીક દવા અને ઉકાળો પીવડાવામાં આવ્યો છે.
Surat news
જેલ સુપ્રિટેન્ડન્ટ મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, કેદીઓની સાથે સાથે બહારથી આવનારા દરેક લોકોનું પણ સ્ક્રિનિંગ સાવચેતીના પગલા રૂપે કરવામાં આવશે. દરેકનું સ્ક્રિનિંગ કર્યા બાદ જો કોઈ કેદીમાં લક્ષણ દેખાશે તો તેને તાત્કાલિક સિવિલમાં મોકલવામાં આવશે. આ સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો દ્વારા ખાસ મેડિકલ ઉપાયો આપવામાં આવી રહ્યા છે. કેદીઓને અને સ્ટાફના લોકોને ઉકાળો પીવડાવવામાં આવી રહ્યા છે સાથે હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી રહી છે.