- જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સુત્રોચ્ચાર કર્યા
- સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ પટેલ રાખવાની માગ
- નામ ન બદલાય તો આંદોલન કરશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનાં નામ અંગે પાસે નોંધાવ્યો વિરોધ
સુરત: અમદાવાદના મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવતા સુરત પાસ સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી નરેન્દ્ર મોદીનું નામ હટાવી ફરી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ રાખવા માગ કરવામાં આવી છે. જો માંગણી સ્વીકારવામાં ન આવે તો આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પાસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે.