ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ, એસએમસીની ટીમ ડાયમંડ ફેક્ટરી બંધ કરવામાં નિષ્ફળ ગઈ - Corona cases increase

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નંદુ દોશીની વાડી પાસે હીરાના કારખાના બંધ કરાવવા સુરત મહાનગરપાલિકાની ટીમ પહોચી હતી. ત્યારે રત્ન કલાકારોએ વિરોધ નોંધાવતા મનપાની ટીમને સ્થળ છોડી જવાની ફરજ પડી હતી.

સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ, એસએમસીની ટીમ ડાયમંડ ફેક્ટરી બંધ કરવામાં નિષ્ફળ ગઈ
સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ, એસએમસીની ટીમ ડાયમંડ ફેક્ટરી બંધ કરવામાં નિષ્ફળ ગઈ

By

Published : Mar 22, 2021, 6:48 PM IST

  • સુરતમાં મહાનગરપાલિકા ટીમને પરત જવું પડ્યું
  • હીરાના કારખાના બંધ કરાવવા આવી હતી ટીમ
  • રત્ન કલાકારોના ભારે વિરોધને પગલે પરત ગઇ ટીમ
    નંદુ દોશીની વાડી પાસે હીરાના કારખાના બંધ કરાવવા સુરત મહાનગરપાલિકાની ટીમ પહોચી હતી

સુરતઃ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 21 અને 22 માર્ચના રોજ હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પરંતુ કેટલાક કારખાનેદારોએ આ એલાનનો વિરોધ પણ કર્યો છે. દરમિયાન કતારગામ સ્થિત નંદુ દોશીની વાડી પાસે ચાલી રહેલા કારખાનાઓ બંધ કરાવવા મનપાની ટીમ પહોચી હતી. જ્યાં મનપાની ટીમને રત્ન કલાકારોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. રત્ન કલાકારોએ હોબાળો કર્યો હતો, જેથી મનપાની ટીમને સ્થળ છોડવાની ફરજ પડી હતી. રત્ન કલાકારોએ આક્ષેપ કર્યો હતો. કે મોટા કારખાના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર નાના કારખાનેદારોને જ હેરાન કરવામાં આવી રહ્યાં છે. રોષે ભરાયેલા રત્ન કલાકારોએ નંદુ દોશીની વાડી પાસે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ ડ્રાઈવર્સ બન્યા રત્ન કલાકાર, આવકમાં થયો 2થી 3 ગણો વધારો

ડાયમંડ એસોસિએશને કરી હતી હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત

સુરતમાં કોરોનાના વધતાં કેસોના પગલે સુરત ડાયમંડ એસોસિએશનની એસએમસી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ અનુસંધાને 21 અને 22 માર્ચના રોજ હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જો કે આ નિર્ણયના વિરોધમાં કેટલાક કારખાનેદારોએ પોતાના કારખાનાનું કામકાજ ચાલુ રાખ્યું છે. દરમિયાન મનપાની ટીમ કારખાના બંધ કરાવવા પહોચી હતી. પરંતુ રત્ન કલાકારોએ ભારે હોબાળો મચાવતાં તેઓએ સ્થળ છોડવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ હીરા અને કાપડ માર્કેટ બંધ, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટક્યું

તંત્ર સામે ભેદભાવ રાખવાનો આરોપ

રત્ન કલાકારો તંત્ર સામે ભેદભાવ રાખવાનો પણ આક્ષેપ કરે છે. રત્ન કલાકારોએ આક્ષેપ કર્યો હતો કે મોટા કારખાના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર નાના કારખાનેદારોને જ હેરાન કરવામાં આવી રહ્યાં છે. રોષે ભરાયેલા રત્ન કલાકારોએ નંદુ દોશીની વાડી પાસે સૂત્રોચ્ચાર કરી હોબાળો પણ મચાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details