ગુજરાત

gujarat

ETV Bharat / city

રીક્ષા ચાલકો માટે એપ્રોન યુનિફોર્મના નિયમને લઇ સુરતમાં વિરોધ

ગુજરાતમાં ઓટો રીક્ષા ડ્રાઇવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુ માટે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી રાજ્યના રીક્ષા ચાલકો માટે વાદળી કલરના એપ્રોનનો યુનિફોર્મ નક્કી કરાયો છે. જો કે સુરતના રીક્ષા ચાલકોએ આ પરિપત્રનો વિરોધ કર્યો હતો અને સરકાર સમક્ષ રીક્ષા ચાલકોએ હાલ આર્થિક પેકેજ જાહેર કરવાની માગ કરી હતી.

uniforms for rickshaw drivers
રીક્ષા ચાલકો માટે એપ્રોનના યુનિફોર્મના નિયમને લઇ સુરતમાં વિરોધ

By

Published : Jul 15, 2020, 10:57 PM IST

સુરતઃ ગુજરાતમાં ઓટો રીક્ષા ડ્રાઇવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુ માટે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી રાજ્યના રીક્ષા ચાલકો માટે વાદળી કલરના એપ્રોનનો યુનિફોર્મ નક્કી કરાયો છે. જો કે સુરતના રીક્ષા ચાલકોએ આ પરિપત્રનો વિરોધ કર્યો હતો અને સરકાર સમક્ષ રીક્ષા ચાલકોએ હાલ આર્થિક પેકેજ જાહેર કરવાની માગ કરી હતી.

રીક્ષા ચાલકો માટે એપ્રોનના યુનિફોર્મના નિયમને લઇ સુરતમાં વિરોધ

રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઇવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુથી મોટર વાહન અધિનિયમ-1988 તેમજ ગુજરાત મોટર વાહન નિયમો-1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઇવરો માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબતે છેલ્લા ઘણા સમયથી સરકાર વિચારણા કરી રહી હતી. ત્યારે 16 નવેમ્બર 2019ના જાહેરનામાંથી ગુજરાત મોટર વાહન નિયમો-1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઇવરોએ વાદળી કલરનો એપ્રોન યુનિફોર્મ પહેરવો પડશે તે મુજબની જોગવાઇ કરેલી છે.

આ મુદ્દે સરકારે વિવિધ ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન સાથે બેઠક પણ યોજી હતી. રીક્ષા ચાલકોએ ક્યારથી આ એપ્રનનો ડ્રેસ પહેરવો પડશે તે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી, પરંતુ સુરતના રીક્ષા ચાલકોએ હાલ યુનિફોર્મનો પરિપત્ર નહી, પરંતુ આર્થિક પેકેજ જાહેર કરવા માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details