- સુરત મનપાનો મહત્વનો નિર્ણય
- મિલકત માલિકોને અંદાજે 71.86 કરોડના વેરા માફ કરાશે
- 50 ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ ધરાવતી કોમર્શિયલ મિલકતોને વેરામાં 25 ટકા રાહત
સુરત: શહેરના લગભગ 9.18 લાખ મિલકત માલિકોને અંદાજે 71.86 કરોડના વેરા માફ કરવામાં આવશે. શાસકોએ અગાઉ 15 ચો. મીટર સુધીની રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને વેરામાફી અને રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે થોડા આગળ વધીને 25 ચો. મીટર ક્ષેત્રફળ ધરાવતી મિલકતોને વેરામાફી અને રાહત આપવા ભલામણ કરી હતી. આ દરમિયાન મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ વધુ પરિવારને રાહત આપવા સી. આર. પાટીલ સાથે ચર્ચા બાદ આજે મંગળવારે 50 ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ ધરાવતી રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને વેરામાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં વેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ શરૂ