ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ પરિવારની મહિલાઓ પગભર બને તે માટે શહેર પોલીસનો અનોખી પહેલ - Project Kaushal in Surat

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારની મહિલાઓ આત્મનિર્ભય બને તે માટે ખાસ એક પ્રોજેક્ટ (Project Kaushal in Surat) શરૂ કરવામાં આવી હતો. પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી મહિલાઓને આ પહેલમાં (Surat Police Pahle) ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોલીસ પરિવારની બહેનોને કુશળ અને પગભર (Police Family Women) બને તે માટે શું છે આ પહેલ જાણો.

Surat Police Pahle : પોલીસ પરિવારની મહિલાઓ પગભર બને તે માટે શહેર પોલીસનો અનોખી પહેલ
Surat Police Pahle : પોલીસ પરિવારની મહિલાઓ પગભર બને તે માટે શહેર પોલીસનો અનોખી પહેલ

By

Published : Jul 27, 2022, 2:44 PM IST

સુરત : પોલીસ પરિવારની મહિલાઓ માટે સુરત પોલીસ દ્વારા એક અનોખી પહેલ (women of police family) કરવામાં આવી છે. 24 કલાક ખડેપગે નોકરી કરનાર પોલીસ કર્મચારીઓના પરિવારમાં રહેતી મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી શકે અને આત્મનિર્ભર (Police Family Women AatmaNirbhar) બને એ માટે એક પહેલનો પ્રારંભ કરાયો છે. મહિલાઓ હવે પ્રોજેક્ટ કૌશલ હેઠળ ભરતકામ, ‘ટાઈ એન્ડ ડાઈ’ અને ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ શીખશે. આ પહેલના કારણે હવે પોલીસ પરિવારની મહિલાઓ (Police Family Women) આત્મનિર્ભર તરફ વળશે.

આ પણ વાંચો :પોલીસની જવાબદારી દંડ ઉઘરાવવાની નહીં, લોકોને સુધારવાની છે : કડક શબ્દમાં ગૃહપ્રધાન

કોર્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત -સુરત શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ 'કૌશલ' નો પ્રારંભ (Project Kaushal in Surat) કરાયો છે. જેમાં સુરત શહેર પોલીસ મુખ્ય મથકના તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ પરિવારની મહિલાઓ માટે IFS-ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન સ્ટડીઝના સહયોગથી ‘પ્રોજેક્ટ કૌશલ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ લોન્ચિંગ (Launch of Project Kaushal in Surat) કાર્યકમમાં ઉપસ્થિત રહેલી 90 જેટલી મહિલાઓને ‘ટાઈ એન્ડ ડાઈ’, ભરતકામ તેમજ ફેશન ડિઝાઈનીંગને લગતી વિવિધ પ્રવૃતિઓ દ્વારા કૌશલ્યવર્ધન અંગેની માહિતી આપી હતી. તેમજ પોલીસ મુખ્ય મથક ખાતે શરૂ થનાર વિવિધ કોર્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :કેરળ પોલીસે કરી હોમ ક્વોરોન્ટાઈન લોકો સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત

મહિલાઓ ઘરે રહીને અનેક કોર્ષ કરી શકે -નાયબ પોલીસ કમિશનર સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં અનેક કર્મચારીઓ કાર્યરત છે. તેમના પરિવારમાં મહિલાઓ ગૃહણી છે અને આખા દિવસ તો ઘરે હોય છે. આવી મહિલાઓ આત્મનિર્ભર બને અને આર્થિક રીતે સબળ થાય આ માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મહિલાઓ ઘરે રહીને અનેક કોર્ષ કરી શકે આ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં ગ્રુપ બનાવીને તેમને ખાસ ટ્રેનિંગઆપવામાં આવશે. મહિલાઓને વ્યવસાયગત સજ્જતા બક્ષવામાં આવે તો સફળ ઉદ્યોગ સાહસિક કે લઘુ વ્યવસાય, ગૃહ ઉદ્યોગમાં સફળતાથી કાર્યરત થઈ શકે છે. મહિલા સ્વાવલંબન પ્રવૃતિએ (Surat Police Pahle) વર્તમાન સમયમાં અતિ આવશ્યક છે. અમે અનુરોધ કરીએ છીએ કે પોલીસ પરિવારની બહેનોને કુશળ અને પગભર બને.

ABOUT THE AUTHOR

...view details