ગુજરાત

gujarat

ETV Bharat / city

દેશને આત્મનિર્ભર બનાવવા સુરતનું વધુ એક યોગદાન, જીઓફેબ્રિક કાપડનું ઉત્પાદન શરૂ

ટેક્ષટાઇલ ઉદ્યોગે અનેક સેક્ટરમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના સ્મૃતિપટ પર એક અમીટ છાપ છોડી છે. ત્યારે ફરી એકવાર સુરતે તેનો ડંકો વગાડ્યો છે. આ ડંકો છે સુરતમાં નિર્માણ થઈ રહેલું જીઓફેબ્રિક અને આ જીઓફેબ્રિકનો ઉપયોગ હાઈવેના રોડ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

By

Published : Oct 19, 2020, 4:06 PM IST

Updated : Oct 19, 2020, 5:02 PM IST

જીઓફેબ્રિક કાપડ
જીઓફેબ્રિક કાપડ

  • હાઈવે નિર્માણ માટે જરૂરી જીઓફેબ્રિક કાપડનું ઉત્પાદન
  • જીઓફેબ્રિકનો ઉપયોગ હાઈવેના રોડ બનાવવા માટે કરાશે

સુરત : ટેક્ષટાઇલ ઉદ્યોગે અનેક સેક્ટરમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના સ્મૃતિપટ પર એક અમીટ છાપ છોડી છે. ત્યારે ફરી એકવાર સુરતે તેનો ડંકો વગાડ્યો છે અને આ ડંકો છે સુરતમાં નિર્માણ થઈ રહેલું જીઓફેબ્રિક...

હાલમાં જ સુરતે ડિફેન્સ ક્ષેત્રે આર્મી બેગ અને પેરાશૂટ માટે કાપડ બનાવીને પોતાનું યોગદાન નોંધાવ્યું છે. ત્યારે સુરત હાઈવેના નિર્માણ માટે અત્યંત જરૂરી એવા કાપડનું ઉત્પાદન કરીને આ ક્ષેત્રે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે.

60 ટકા જેટલું જીઓફેબ્રિક કાપડ અન્ય દેશોમાંથી એક્સપોર્ટ કરાય છે

સુરતને અન્ય રાજ્યો સાથે જોડતા હાઈવેના રોડના નિર્માણ માટે વપરાતું જીઓફેબ્રિક કાપડનું ઉત્પાદન હવે સુરતમાં પણ કરવામાં આવી રહ્યું છે. જે સુરતીઓ માટે ગર્વની બાબાત છે. જીઓફેબ્રિક કાપડ રોડ બનાવવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે અને તે વોટરજેક પર બને છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ કાપડ અંકલેશ્વરમાં એક યુનિટમાં જ બનાવવામાં આવતું હતું. જોકે હવે સુરતમાં પણ નાના પાયે વેપારીઓ બનાવી રહ્યા છે. હજી પણ આશરે 60 ટકા જેટલું જીઓફેબ્રિક કાપડ અન્ય દેશોમાંથી એક્સપોર્ટ કરવામાં આવે છે.

દેશને આત્મનિર્ભર બનાવવા સુરતનું વધુ એક યોગદાન

હાઇવે પર જીઓફેબ્રિક કાપડનું કાર્ય રેઈનકોટ જેવું

હાઈવે પર મોટા વાહનોની અવરજવર વધુ હોવાને કારણે તેની મજબૂતી જરૂરી છે. એવા સમયે આ જીઓફેબ્રિક કાપડ મૂકી કોન્ક્રીટનું લેયર પાથરવામાં આવે છે. જેને કારણે આ સંયોજન રોડને તાકાત પુરી પાડે છે. વળી આ સંયોજનને કારણે વરસાદના સમયે રોડ ઉપર રહેલું પાણી રોડની અંદર ન ઉતરતા રોડ પર ખાડો પડવાનો ભય રહેતો નથી.

આ અંગે ટેક્ષટાઇલ કમિટી મિનિસ્ટ્રી ઓફ ટેક્ષટાઇલ ચેરમેન અને ફિયાસ્વી ઓલ ઇન્ડિયા ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું કે, ભારતમાં રોજ આશરે 600 -700 કિલોમીટર હાઈવે ,સબ હાઈવે, સ્ટેટ હાઈવે બની રહ્યા છે. જેમાં સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવે તે પહેલા જીઓફેબ્રિકનું લેયર બનાવવામાં આવે છે. જેનાથી વરસાદના પાણીને લીધે ખાડો નથી પડતો. જોકે ધ્યાને લેવા જેવી બાબત એ છે કે, આ જીઓફેબ્રિક કાપડ 60 ટકા બહારથી એક્સપોર્ટ કરવામાં આવે છે અને માત્ર 40 ટકા જ ઉત્પાદન ભારતમાં થાય છે.

ભરત ગાંધીએ વધુમાં કહ્યું કે, વરસાદનું પાણી નીચેના લેયરમાં ન પહોંચે એટલા માટે જીઓફેબ્રિક કાપડ રેઈનકોટ જેવું કાર્ય કરે છે અને હાઈવેને મજબૂત બનાવી રાખે છે.

શું છે જીઓફેબ્રિક કાપડ...

આ જીઓફેબ્રિક એ કાપડ છે કે જે રોડ બનાવવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ જીઓફેબ્રિક વોટરજેક પર બને છે. અંકલેશ્વર સિવાય સુરતમાં પણ નાના પાયે વેપારીઓ બનાવે છે.

હાઈવે ઉપર ચોવીસ કલાક મોટા વાહનો પસાર થતા હોય છે. ભારે વાહન વ્યવહાર હોવાને કારણે હાઈવે રોડની મજબૂતી જરૂરી છે અને આ કાપડનું કોન્ક્રીટ સાથેનું લેયર રસ્તાને તાકાત પૂરું પડવાનું કાર્ય કરે છે. જેથી વરસાદના સમયે પાણીને કારણે રોડ પર ખાડો ન પડે.

Last Updated : Oct 19, 2020, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details