ગુજરાત

gujarat

ETV Bharat / city

Processing Industriesએ યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો કર્યો વધારો, કોલસા અને કલરના ભાવ વધવાની અસર

સુરત શહેર ટેક્સટાઇલ હબ છે પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની (Rise in petrol-diesel prices) સાથોસાથ હવે કોલસા અને કલર કેમિકલના ભાવમાં વધારાથી ઉદ્યોગ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. કોલસા અને કલરના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે ( Processing Industries) યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Processing Industriesએ યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો કર્યો વધારો, કોલસા અને કલરના ભાવ વધવાની અસર
Processing Industriesએ યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો કર્યો વધારો, કોલસા અને કલરના ભાવ વધવાની અસર

By

Published : Jul 1, 2021, 9:15 PM IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે કોલસા અને કલર કેમિકલના ભાવમાં વધારો
  • Processing Industriesએયુટીલિટી ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો
  • કોલસાનો ભાવ રુપિયા 4,000 પ્રતિ ટનથી વધીને રૂ.9500 પ્રતિ ટન થયો


    સુરત : કોરોનાની બીજી લહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ( Processing Industries) પ્રોસેસિંગ હાઉસને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન એક તરફ જ્યારે બીજી બાજુ હવે કોલસા અને કલરના ભાવમાં વધારો થતાં વેપારીઓની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. જેના કારણે હવે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે ( Processing Industries) યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
    કોલસા અને કલરના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે યુટીલિટી ચાર્જ વધાર્યો

કોલસો પ્રતિ ટન 9500 રુપિયા

દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં રુપિયા 4,000 પ્રતિ ટનથી વધીને રૂ.9500 પ્રતિ ટન થયો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતાં કલર કેમિકલના ભાવ 25 થી 30 ટકાનો વધારો છેલ્લા ત્રણ મહિના દરમિયાન થયો છે.

આ પણ વાંચોઃ Textile Industry: ટેકસટાઇલ એસોસિએશને શ્રમિકોને સુરત પરત આવવા અપીલ કરી


કોરોનાકાળમાં ઉદ્યોગની સ્થિતિ કફોડી બની

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે. ત્રણ મહિના સુધી મિલો બંધ હતી અને હવે ભાવવધારા વચ્ચે કોઈપણ મિલ ટકી શકશે નહીં. કલર અને કોલસા જ નહીં, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો (Rise in petrol-diesel prices) થયો છે. બીજી બાજુ વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાના લોન લેવામાં આવી છે જેનું વ્યાજ પણ વેપારીઓ ભરી રહ્યાં છે. જેના કારણે અમે ભાવવધારા અંગેનો નિર્ણય લીધો છે.


આ પણ વાંચોઃ દેશની Papermill industry પર સંકટ, રો-મટિરિયલ્સના ભાવ વધ્યાં, તૈયાર માલની માગ ઘટી

ABOUT THE AUTHOR

...view details