ગુજરાત

gujarat

ETV Bharat / city

શાળાના આચાર્યનો સરાહનીય પ્રયાસ: દિકરીઓમાં જાગૃતિ લાવવા બનાવી એનિમેશન ફિલ્મ - surat update

સુરત શહેર સહિત અન્ય ઔદ્યોગિક શહેરોમાં બાળકી સાથે દુષ્કર્મ અને જાતીય સતામણીના કિસ્સાઓ છાશવારે નોંધાઇ રહ્યા છે. આવા કિસ્સાઓને કારણે સભ્ય સમાજની છબી ખરડાઇ છે. આ દરમિયાન સમાજમાં દીકરી સાથે અડપલા જેવા જાતીય સતામણીના કિસ્સાઓ ડામવા માટે શહેરની એક શાળાના આચાર્યએ સરાહનીય પ્રયાસ કર્યો છે. શાળાના આચાર્યએ દીકરીની કઈ તકેદારી રાખવા સંદર્ભે જાગૃતિ સંદેશ આપતી 3.41 મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી છે.

principal-make-a-animation-film-for-daughters-awerness
દિકરીઓમાં જાગૃતિ લાવવા બનાવી એનિમેશન ફિલ્મ

By

Published : Nov 12, 2020, 10:59 PM IST

  • શાળાના આચાર્યનો સરાહનિય પ્રયાસ
  • દીકરીઓમાં જાગૃતિ લાવવા બનાવી એનિમેશન ફિલ્મ
  • દીકરીની તકેદારી સંદર્ભે જાગૃતિ આપ્યા સંદેશ

સુરતઃ શહેર સહિત અન્ય ઔદ્યોગિક શહેરોમાં બાળકી સાથે દુષ્કર્મ અને જાતીય સતામણીના કિસ્સાઓ છાશવારે નોંધાઇ રહ્યા છે. આવા કિસ્સાઓને કારણે સભ્ય સમાજની છબી ખરડાઇ છે. આ દરમિયાન સમાજમાં દીકરી સાથે અડપલા જેવા જાતીય સતામણીના કિસ્સાઓ ડામવા માટે શહેરની એક શાળાના આચાર્યએ સરાહનીય પ્રયાસ કર્યો છે. શાળાના આચાર્યએ દીકરીની કઈ તકેદારી રાખવીએ સંદર્ભે જાગૃતિ સંદેશ આપતી 3.41 મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી છે.

દિકરીઓમાં જાગૃતિ લાવવા બનાવી એનિમેશન ફિલ્મ
25 જેટલા જુદા જુદા સંદેશ અપાયાસુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સંત ડોંગરેજી મહારાજ શાળા ક્રમાંક 114ના આચાર્ય નરસિંહ મહેતાએ હટકે એનિમેશન ફિલ્મ બનાવી છે. એનિમેશન ફિલ્મમાં કોઈ અજાણી વ્યક્તિ ચોકલેટ રમકડા આપે તો ન લેવા, કોઈ જગ્યાએ એકલા ન જવું, કોઈ અજાણી વ્યક્તિ બળજબરીથી પકડે તો બૂમ પાડવી, જેવા 25 જેટલા જુદા જુદા સંદેશ અપાયા છે. કાર્ટુન પાત્રો વચ્ચે થયેલી વાતચીતને એનિમેશન ફિલ્મમાં દેખાડવામાં આવી છે. તેમાં માતા-પિતાએ દીકરીની સલામતી તકેદારીના સંદેશ આપતા નજરે જોવા મળી રહ્યા છે. આચાર્ય નરેશ મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર, સમાજ અને પોલીસ દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, પરંતુ માતા-પિતાએ પણ પોતાની દીકરીને સલામતી માટે જાગૃત થવું જરૂરી છે.

તકેદારી અને સ્વસુરક્ષાની તાલીમ લેવી આવશ્યક
સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ દીકરીઓ સાથે અભદ્ર ટીપ્પણી ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. જાતીય સતામણી સંદર્ભે તકેદારી અને સ્વસુરક્ષાની તાલીમ લેવી આવશ્યક છે. આવા વિવિધ સંદેશા આપતા વીડિયો સંખ્યાબંધ શહેરીજનોને મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details