સુરત:તારીખ 29 સપ્ટેમ્બરના રોજવડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની (PM Narendra Modi in Surat) મુલાકાતે હતા. તેમના હસ્તે સુરત પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સુરત મનપા અને જિલ્લાના કુલ 3472.54 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ થતાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરતમાં નવું તૈયાર થયેલ IT મેક સેન્ટર શહેરને નવી ઓળખ આપશે. આ પહેલા પીએમ મોદી એ બે કિમી લાંબો રોડ (PM Modi Road Show Surat) શો કર્યો જેમાં હજારો ની સંખ્યા લોકો પીએમ મોદીની એક ઝલક માટે આતુર જોવા મળ્યા હતા.
21 પોઈન્ટ બનાવાયાઃPM મોદીના સ્વાગત માટે 21 પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. એમ જ્યાં અલગ અલગ 21 રાજ્યની સંસ્કૃતિ અને પરિવેશ મુજબ લોકો કલાકો ઊભા હતા. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ શો માં લોકો કેસરી પાગડી પેહરીને ઉભા હતા. એક સ્વાગત પોઇન્ટ પર કોમી એકતા દર્શિત કરવામાં આવ્યું હતું. મનપાના પ્રકલ્પોમાં ખાડી રિડેવલપમેન્ટ, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 સ્થળે ઇ-ચાર્જિંગ સ્ટેશન, ખોજ મ્યુઝિયમ સહિતનાં લોકાર્પણ કરવામાં આવ્યું. ડ્રીમ સિટી ફેઝ 1 નું ઉદઘાટન પીએમ મોદી કરાયું હતું. સુરત હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે.
નોરતાની શુભેચ્છાઃ લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે,નવરાત્રીની શુભકામનાઓ, નવરાત્રિ સમયે મારા જેવા વ્યક્તિ ને સુરત આવવું ત્યારે જ્યારે વ્રત ચાલતું હોય ત્યારે કઠિન હોય છે કારણ કે સુરત આવવું અને સુરતી ભોજન લીધા વગર જાવુ એ મુશ્કિલ છે. હું બે દિવસ નવરાત્રીના ઉપલક્ષ્ય ગુજરાતમાં છું. અનેક કાર્યક્રમ માં હાજર રહી આપ સૌના આશીર્વાદ લઇશ. આશીર્વાદ અને પ્રેમ દિવસે ને દિવસે વધી રહયો છે. ગુજરાતના લોકોના ધન્યવાદ માટે શબ્દ નથી. એટલો પ્રેમ આપયો છે. જેમ સુરતમાં જે રીતે વિકાસ દરેક ઘર સુધી પહોંચી રહયો છે તે જાણી આનંદ થાય છે.
ડબલ એન્જિન સરકારઃડબલ એન્જીન ની સરકારઅનેક પરિયોજના નું ઉડઘાટન અને શિલાયનસ કરવામાં આવયો છે ઘણી યોજના મધ્યમ વર્ગ અને વેપારી વર્ગના લોકો ને લાભ પહોંચાડનાર છે. 75 અમૃત સરોવરનું કામ તેજી થી થઈ રહ્યું છે. સુરત શહેર એકતા અને જનભગીદારી માટે ઉદાહરણ સ્વરૂપ છે. દેશનું કોઈ પણ એક રાજ્ય નથી જેના લોકો સુરતમાં નથી રહેતા .આ એક મીની ભારત છે. સુરત માટે હંમેશા ગર્વ કરું છું કારણ કે આ શહેર શ્રમની કદર કરે છે. આગળ વધવા માટેનું સ્વપન સાકાર થાય છે.
PPP માટે સુરતઃ જે વિકાસની રેસમાં પાછળ રહી જાય છે તેમને આગળ લઈ જાય છે.PPP ની વાતો થતી હતી ત્યારે હું કહેતો કે સુરતમાં 4 PPPP માટે પ્રખ્યાત હશે.આજે સુરત પીપ્લસ ,પબ્લિક, પાર્ટનારશીપ, પાર્ટનર માટે પ્રખ્યાત છે.દુનિયામાં વિકસિત શહેરોમાં આજે સુરતનું નામ છે. જેનો લાભ દરેક થઈ રહયો છે. સુરતે અન્ય શહેરો અપેક્ષા વધું ગતિથી પ્રગતિ કરી છે. સુરતમાં સલ્મ વિસ્તારમાં ઓછી થઈ છે. ડબલ એન્જીનની સરકાર બનવા પછી ઘર બનાવવામાં તેજી આવી છે. સાથે માધ્યમ પરિવારના લોકોને અન્ય સુવિધાઓ મળી રહી છે. ચાર કરોડ લોકો ને નિઃશુલ્ક સારવાર મળી છે. જેમાંથી મોટા ભાગના સુરતના છે.
વેપારીઓ લાભઃસુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેટલી સુવિધા જોવા મળે છે તે 20 વર્ષ ના પરિણામ સ્વરૂપ છે. 12 થી વધુ નદી પર બ્રિજ છે. સુરત સાચા અર્થમાં સેતુનું શહેર છે. માનવીયતા રાષ્ટ્રીયતા અને સ્મૃધતાની ખાઈને પુરે છે. હીરા અને કાપડ ઉદ્યોગના કારણે દેશના કેટલાક પરિવારનું ભરપોષણ થાય છે. સુરતમાં સૌથી સુરક્ષિત અને મોટું ડાયમંડ હબ બની જશે. સુરત ડાયમંડ આધુનિક ઓફીસ પલ્સ માટે ઓળખ બનશે. પાવર લુમ્સ ક્લસ્ટર માટે પણ સ્વીકૃતિ આપવામાં આવી હતી. જેના કારણે પાવરલુમ્સ સાથે સંકળાયેલા લોકોની સમસ્યા દૂર થશે. સુરતી લાલાને મોજ કર્યા વગર ન ચાલે. બહારથી આવનાર લોકો પણ રંગાઈ જાય.