- કોરોનાની લહેર ઓછી થતા બજારોમાં ખરીદીનો દૌર ફરીથી શરૂ થતાં વેપારીઓમાં ખુશી છવાઈ
- કોલકત્તાના કારીગરો દ્વારા તૈયાર વાઘાની ડિમાન્ડ
- વાઘાની અલગ-અલગ વેરાઈટી સાથે તેમના માટે વિવિધ પ્રકારના હીંચકાઓ પણ છે
સુરત : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર આ વર્ષે જન્માષ્ટમી પર્વ પર પણ જોવા મળી રહી છે. વાઘા સહિત અન્ય સામગ્રીના ભાવમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. જો કે, વેપારીઓ ગત બે વર્ષ કરતા 40 ટકા વધુ ઘરાકી હોવાનું જણાવી રહ્યા છે. કોરોનાના કારણે થયેલા નુક્સાનની ભરપાઈ જન્માષ્ટમીનો તહેવાર કરશે એવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. બીજી બાજુ આ વખતે બજારમાં કલકત્તાના કારીગરો દ્વારા તૈયાર વાઘાની ડિમાન્ડ છે કારણ કે, તે સંપૂર્ણપણે હેન્ડ મેડ છે.
આ પણ વાંચો- #KrishnaJanmashtami2020 : આજે દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મની થશે ઉજવણી
જન્માષ્ટમીના તહેવારની ખરીદીમાં બજારોમાં ભીડ જોવા મળી
કોરોના મહામારીના પગલે વેપાર-ધંધા અને રોજગારને માઠી અસર પડયા બાદ હવે કોરોનાની લહેર ઓછી થતા બજારોમાં ખરીદીનો દૌર ફરીથી શરૂ થતાં વેપારીઓમાં ખુશી છવાઈ છે. રક્ષાબંધન બાદ હવે જન્માષ્ટમીના તહેવારની ખરીદી નીકળતા બજારોમાં ભીડ જોવા મળી રહી છે. જેથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે. જન્માષ્ટમીના તહેવારને હવે બે-ત્રણ દિવસ જ બાકી છે, ત્યારે ભક્તો તેમના વાઘાથી લઈને હીંચકાની ખરીદી કરી રહ્યા છે.