ગુજરાત

gujarat

Price of Sugarcane Farmers : શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પોષણ ક્ષમ ભાવ મળે એવી કરી માંગ

By

Published : Apr 2, 2022, 12:36 PM IST

દક્ષિણ ગુજરાતના ખેડુતો શેરડીના મળતા ભાવોને લઈને રોષે ભરાયા છે. ખેડુતોનું કહેવું છે કે, 10 વર્ષ પહેલા જે ભાવ મળતા હતા તે જ ભાવ આજે મળે છે. ત્યારે આજે સુગરો શેરડીના ભાવો જાહેર કરવા જઈ રહી છે. ત્યારે ખેડુતોએ શેરડીના ભાવ (Price of Sugarcane Farmers) લઈને માંગ કરી છે.

Price of Sugarcane Farmers : શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પોક્ષણ ક્ષમ ભાવ મળે એવી કરી માંગ
Price of Sugarcane Farmers : શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પોક્ષણ ક્ષમ ભાવ મળે એવી કરી માંગ

સુરત : ધરતી પુત્રોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે. વીતેલા 10 વર્ષમાં ખેતીની પડતર કિંમતમાં અનેક ગણો વધારો થયો છે, પરંતુ ખેતપેદાશોના ભાવ આજે પણ દાયકાઓ જૂના જ છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતની તમામ સુગરો શેરડીના ભાવો (Price of Sugarcane Farmers) જાહેર કરવા જઇ રહી છે. હાલ જે મોંઘવારી છે તેને જોતા 3000 થી 3500 શેરડીના ભાવ પડે એવી ખેડૂતોએ માંગ કરી હતી.

શેરડી પકવતા ખેડૂતોએ શેરડીના પોક્ષણ ક્ષમ ભાવ મળે એવી કરી માંગ

આ પણ વાંચો :શેરડી સીઝન શરૂ, ડીસાના ગાયત્રી મંદિર પાસે શેરડીનું ધૂમ વેચાણ

2022માં ખેડૂતોની જાવક બમણી થઈ - દક્ષિણ ગુજરાતના (Sugarcane Prices in South Gujarat) મુખ્ય પાક ગણાતા શેરડી છે. છેલ્લા 10 વર્ષમાં દવા, રાસાયણિક ખાતર, મજૂરી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. તેની સામે શેરડીના ભાવ 10 વર્ષથી 2500થી 3100ની વચ્ચે પાડવામાં આવી રહ્યા છે.જ્યારે ચાલુ વર્ષે MSP કરતા ઓછા ભાવ મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો :સુરતના ઓલપાડમાં શેરડી ભરેલા ટ્રેક્ટરે બે બાળકોનો જીવ લીધો

ખેડૂતોએ કરી માંગ -દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, હાલમાં ડીઝલ 46 થી 99 રૂપિયા પર પહોંચી ગયું છે. પરંતુ શેરડીના ટન દીઠ ભાવ આજે પણ 2500 થી 3000ની વચ્ચે પાડવામાં આવી રહ્યા છે. વીતેલા 10 વર્ષમાં સુગર ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બદલાઈ ગયું. પરંતુ દક્ષિણ ગુજરાતના લાખો શેરડી પકવતા (Sugarcane Prices in Gujarat) ખેડૂતોની સ્થિતિ આજે પણ બદલાઈ નથી. ત્યારે આ વર્ષે સુગરમિલો અને ખાંડની સારી રિકવરી મળવા સાથે બગાસ, મોલાસીસના પણ સારા ભાવ મળ્યા હોવાથી શેરડીના ભાવ 3000થી 3500 રૂપિયા વચ્ચે ભાવ પાડવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details