ગુજરાત

gujarat

ETV Bharat / city

Price hike in Surati Kites : કાચા માલની અછત અને લેબર ચાર્જમાં વધારાથી પતંગરસિયાઓને મોંઘા પડશે પતંગો - Makar sankranti 2022

સુરતી માંજો અને પતંગોના રસિયાઓએ આ વર્ષે 35 ટકા વધુ ભાવે ખરીદી (Price hike in Surati Kites) કરવી પડશે. આ ઉત્તરાયણે (Uttarayan 2022 ) 100 નંગ પતંગે રૂ.150 થી રૂ 200નો વધારો થયો છે. જાણો તેનું કારણ.

Price hike in Surati Kites : કાચા માલની અછત અને લેબર ચાર્જમાં વધારાથી પતંગરસિયાઓને મોંઘા પડશે પતંગો
Price hike in Surati Kites : કાચા માલની અછત અને લેબર ચાર્જમાં વધારાથી પતંગરસિયાઓને મોંઘા પડશે પતંગો

By

Published : Jan 6, 2022, 7:41 PM IST

સુરત : મકરસંક્રાંતિના (Makar sankranti 2022) દિવસોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે પતંગરસિયાઓ આ વર્ષે પતંગ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની શોર્ટેજ તેમજ લેબર ચાર્જમાં વધારો (Price hike in Surati Kites) નોંધાયો છે. જેને પગલે પતંગની કિંમતમાં 100 નંગ પતંગે રૂ.150 થી રૂ 200નો વધારો થયો છે. આ વર્ષે સુરતના પતંગ બજારમાં પતંગનો ભાવ 35 ટકાથી પણ વધારે (Uttarayan 2022 )નોંધાયો છે.

આ વર્ષે સુરતના પતંગ બજારમાં પતંગનો ભાવ 35 ટકાથી પણ વધારે છે

સુરતના માંજા અને પતંગોની મોટી ડીમાન્ડ હોય છે

ઉત્તરાયણ (Uttarayan 2022 )ગુજરાતનો સૌથી વધુ પ્રચલિત અને પ્રિય તહેવાર છે. સુરત અને અમદાવાદ આ તહેવારોનું મુખ્ય હબ છે. ત્યારે મકરસંક્રાંતિની ((Uttarayan 2022 )) વાત કરીએ તો સામાન્ય રીતે પાંચ મહિના પહેલાંથી બજારોમાં પતંગ અને દોરીની ડિમાન્ડ ફૂલ થઈ જાઈ છે. જો કે કોરોનાને કારણે તેમાં છેલ્લા બે વર્ષથી રાહુકાળ ચાલી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવાર ફિક્કો જવાની શક્યતા વર્તાય રહી છે. કાચા માલની મર્યાદિત આવક સાથે મજૂરીના ચાર્જ પણ બે ગણો (Price hike in Surati Kites) નોંધાયો છે. જેથી પતંગના ભાવમાં નોંધાયેલા 25 થી 35 ટકા જેટલા વધારાને કારણે માલ વેચાશે કે નહીં તે અંગે વેપારીઓમાં ચિંતા છે.

આ પણ વાંચોઃ Corona Effect on Kite Industry : કોરોના વધતાં બહારના ઓર્ડરો કેન્સલ, સુરતના પતંગ વ્યવસાયકારો ચિંતામાં

વાંસ, કટિંગ, કાગળની શોર્ટેજ

ડબગરવાડના વેપારી નિશાંતભાઈએ કહ્યું કે, પતંગના ભાવમાં વધારાનું કારણ તેની કમાન અને લાકડી છે કે જેને માટે આસામથી વાંસ આવે છે. બાદમાં કોલકત્તામાં સાઈઝ પ્રમાણે કટિંગ થાય છે. ત્યાંથી આ વર્ષે વરસાદને કારણે વાંસ ભીના રહ્યાં હતાં. જેથી માલની શોર્ટેજ જ હતી અને કાગળ માટે જે ઝાડના લાકડાની જરૂર પડે છે તે સરકારના રિસ્ટ્રીકશનને કારણે મોંઘું થયું છે. જેથી પ્રોસેસિંગ કરીને કાગળ પણ ફ્રેશ બની રહ્યાં નથી. જેથી કલરના કાગળની શોર્ટેજ છે. લેબર ચાર્જ પણ બમણા થઈ ગયા છે. ગયા વર્ષે જે 100 પતંગ રૂ.350ના હતાં. તે આ વર્ષે રૂ. 450થી રૂ.500 થયા (Price hike in Surati Kites) છે. પેટ્રોલ અને ડીઝલના કારણે પણ ભાવ પર (Uttarayan 2022 ) અસર થઈ છે.

આ પણ વાંચોઃ High Price of Kites 2021 : અમદાવાદ પતંગ બજારમાં 30થી 40 ટકા પતંગો ઓછી બની જાણો કેટલા ભાવ વધ્યા

ABOUT THE AUTHOR

...view details