ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ - private school

સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાના આરોપ લાગ્યાં છે. એવામાં આજે શુક્રવારે વાલીઓ ખાનગી શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.

parents
parents

By

Published : Jun 12, 2020, 7:25 PM IST

સુરતઃ સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાના આરોપ લાગ્યાં છે. એવામાં આજે શુક્રવારે વાલીઓ ખાનગી શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. જ્યાં સુધી શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ ના થાય ત્યાં સુધી વાલીઓએ ફી ભરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને ઓનલાઈન એજયુકેશનનો વિરોધ પણ કર્યો હતો.

સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ
સરથાણા કેનાલ રોડ પર આવેલી યુરો સ્કૂલમાં શુક્રવારે વાલીઓએ વિરોધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. લોકડાઉનના કારણે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ શક્યું નથી. જેના કારણે શાળા સંચાલકોએ ઓનલાઈન એજયુકેશન પ્રક્રિયા શરૂ કરી છે. ઓનલાઈન એજયુકેશન આપવાના નામે શાળાઓ દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ

વાલીઓનો આરોપ છે કે, ઓનલાઈન એજયુકેશનની ફી નહીં ભરવામાં આવે તો પુસ્તકો પણ નહીં આપવામાં આવશે તેવુ દબાણ સંચાલકો આપી રહ્યા છે. જોકે વાલીઓની રજૂઆત છે કે શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ જ તેઓ ફી ભરશે. આ સાથે જ તેમણે ઓનલાઈન એજયુકેશનનો પણ વિરોધ કર્યો હતો.


ABOUT THE AUTHOR

...view details