ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા? સુરતના ખાડા માટે પાલિકા હવે જાગી - ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શહેરમાં ભારે વરસાદને (Heavy Rain In Surat) કારણે રોડ રસ્તાઓની હાલત ખાડાઓમાં પરિવર્તન થઈ ગયું છે. જેને લઈને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓની કામગીરી મુદ્દે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

રસ્તાઓની કામગીરી મુદ્દે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોમ્પ્રેસનું કરાયું આયોજન
રસ્તાઓની કામગીરી મુદ્દે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોમ્પ્રેસનું કરાયું આયોજન

By

Published : Jul 17, 2022, 4:21 PM IST

સુરત:શહેર તથા જિલ્લાઓમાં છેલ્લા બાર દિવસથી સતત ભારે વરસાદ (Heavy Rain In Surat) પડી રહ્યો છે જેને કારણે સુરત શહેરમાં ઘણી જગ્યાઓના રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે. જેને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને લોકોને પણ ઘણી ફરિયાદો સુરત મહાનગરપાલિકામાં (Surat Municipal Corporation) નોંધાવવામાં આવી છે. વરસાદી પાણીના કારણે શહેરના રસ્તાઓ ઉપર ખાડાની કામગીરી મુદ્દે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા? સુરતના ખાડા માટે પાલિકા હવે જાગી

આ પણ વાંચો:સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી

સુરતમાં રસ્તાઓની હાલત ખાડાઓમાં પરિવર્તન થઈ : સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓની હાલત ખાડાઓમાં પરિવર્તન થઈ ગયું છે. જેને લઈને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ રોડ રસ્તાઓની કામગીરી મુદ્દે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રેસ કોન્ફરન્સમાં નગર પ્રાથમિક સ્કૂલ નંબર 300 ના પ્રિન્સિપલ દ્વારા બાળકને નગ્ન કરી તેને માર મારવાનો વીડિયો વાયરલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા હજી સુધી આચાર્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યું નથી.

સુરત મહાનગરપાલિકા દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા :પ્રેસ કોન્ફરન્સમાં સુરત મહાનગરપાલિકાની શરીરની પુણા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 300 ના પ્રિન્સિપલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીએ નગ્ન કરી મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આચાર્યને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ તે આચાર્ય વિરુદ્ધ હજી સુધી પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. ફક્ત અને ફક્ત એ પ્રિન્સિપ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સવાલ બાબતે સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો સહિત કમિશનરે છુપી સાધી છે. આ મામલે કમિટી બનાવવામાં આવી છે. હજી સુધી કોઈપણ પ્રકારનો જવાબ પણ આવ્યો નથી.

આ પણ વાંચો:સુરત મનપાની ડાયરીને લઈને ઉભો થયો વિવાદ

7 કિમના રસ્તાઓ થયા ક્ષતિગ્રસ્ત :સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીઘી પાનીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અત્યાર સુધીમાં સીઝનનો 883 મિમીનો વરસાદ પડી ચુક્યો છે. સિઝનનો કુલ વરસાદ 1450 મિમી નોંધયો હોય છે. આખા શહેરમાં કુલ 2817 કિમિ જેટલા રસ્તાઓ આવ્યા છે. એમાંથી 7 કિમિના રસ્તાઓ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા છે. આ તમામ રસ્તાઓને આજે સમારકામ શરૂ કરી દેવાયા છે. તમામ અન્ય પ્લાન્ટને પણ ચાલુ કરી દેવાયા છે. શહેરમાં 72 જંકશન એવા છેકે જ્યાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયાં છે તેનું સમારકામ ચાલુ કરી દેવાયું છે. ત્રણ દિવસની અંદર આ તમામ રસ્તાઓને રીપેર કરી દેવાશે. આ રસ્તાઓની કામગીરી માટે કુલ 1064 મેટ્રિક ટન મટીરીયલ વાપરવામાં આવી રહ્યા છે. તથા મુખ્ય માર્ગો ને સીસી રોડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.અને જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરો ના ખર્ચે રોડ રીપેર કરાશે. નોન DLP રોડમાં પાલિકા ખર્ચો કરશે. DLP રોડ પર કોન્ટ્રાકટરના ખર્ચે કામગીરી થશે. શહેરમાં ખાસ કરીને જ્યાં મોટા સર્કલ આવ્યા છે તેની આસપાસ સીસી રોડ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details