- પાણીના બિલ, વેરાબિલમાં 50 ટકા રાહત આપવા રજૂઆત
- પાણીના બિલમાં માફી આપવા માગ
- રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આદમી પાર્ટી ગાંધીજીના માર્ગે આંદોલન કરશે
સુરત: આમ આદમી પાર્ટીના ધર્મેશ ભંડેરી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતુ કે, પાર્ટી દ્વારા આજે પહેલી વખત સુરતના મેયર હેમાલીબેન ભોગવાળા પાસે જનતાના સવાલોને લઈને રજૂઆત કરવામાં આવશે. જેમાં પાણીના બિલ, વેરાબિલમાં 50 ટકા રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. પાણીના બિલમાં માફી આપે અને વેરાબિલમાં 50 ટકાનો ઘટાડો કરે.
સુરત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ આ પણ વાંચો:સુરત: ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ કરવા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો
વેરાબિલમાં 50 ટકાનો ઘટાડો કરવા માગ
સુરતની આમ આદમી પાર્ટીના ધર્મેશ ભંડેરી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતુ કે, સુરતની જનતાને પાણીના બિલમાં માફી આપવામાં આવે અને વેરાબિલમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવે તેવી રજૂઆત મેયર હેમાલીબેન ભોગવાલાને કરવામાં આવશે. લોકોએ પાણીના બિલ ભરવા નહીં અને જો તમારા ઘરની પાણીલાઈન કાપશે તો આમ આદમી પાર્ટી દ્વારા પાણીની લાઇનનું ફરી જોડાણ કરી દેવામાં આવશે. અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.
આ પણ વાંચો:સુરતમાં ખેડૂતોના સમર્થનમાં આપ પાર્ટીએ ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો