સુરત જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોની જીવાદોરી સમાન ઓલપાડની કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે ગઈકાલે રાજીનામુ આપી દીધું હતું, શેરડી ના ટનદીઠ ભાવ જાહેર કર્યા બાદ ભાવ વધારવા ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવતા સુગર મિલની કપરી પરિસ્થિતિ ને જોતા પ્રમુખ કિરીટ પટેલે રાજીનામુ ધરી દેતાં સહકારી ક્ષેત્રોમાં ચકચાર મચી ગઇ હતી.
કાંઠા સુગરના પ્રમુખનું રાજીનામુ નામંજૂર - factory
સુરતઃ ઓલપાડની કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે આજે રાજીનામુ પરત ખેંચી લીધું હતું, બોર્ડ ઓફ ડિરેક્ટરોની યોજાયેલી મીંટીંગમાં ચેરમેનનું રાજીનામુ નામંજૂર કરાયું હતું અને તેમણે ચેરમેન પદનો કાર્યસંભાળ સંભાળી લીધો હતો.
સ્પોટ ફોટો
રાજીનામુ સ્વીકારવું કે કેમ એ બાબતે આજરોજ સુગર ખાતે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મિટિંગ બોલવાઈ હતી, સર્વાનુમતે રાજીનામુ નામંજુર કરી દેવાનો નિણર્ય કરી ડિરેક્ટરો એમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમને સમજાવતા તેઓ રાજી થયા હતા.તમામ બોર્ડ ઓફ ડિરેકટરોની ટિમ અને એમ.ડી,પ્રમુખ કિરીટ પટેલના નિવાસસ્થાને પહોંચતા તેઓ માની ગયા હતા. સંસ્થાનું હીત અને ફેક્ટરી કાર્યરત રહે એ બાબતે ધ્યાને રાખી ને તમણે રાજીનામુ પરત ખેંચી લીધું હતું.