- રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સુરત આવ્યા
- સુરતમાં કરફ્યૂ અંગે આપ્યું મોટું નિવેદન
- કોઈ પણ સંજોગોમાં કરફ્યૂ હટાવાશે નહીં
સુરતઃ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવા આજે ગુરુવારે સુરત આવ્યા હતા. આ દરમિયાન તેમણે કોરોના કારણે લાદવામાં આવેલા કરફ્યૂને લઈ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાને ધ્યાનમાં રાખી કરફ્યૂમાં કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં. કોઈપણ સંજોગોમાં કરફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ધંધા-રોજગારને લઈ વેપારીઓએ કરફ્યૂના સમયમાં ફેરફાર કરવાની માગ કરી હતી.
આર્થિક ગુના નિવારણ શાખાની ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાહેરાત
શહેરના ગોડાદરા પોલીસ મથકનું લોકાર્પણ કરવા પધારેલા રાજ્યના ગૃહપ્રધાને રાજ્યમાં ગુનાખોરીને ડામવામાં પોલીસની કામગીરીની પ્રશંશા કરી હતી. આ દરમિયાન પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, કોરોનામાં સુરત વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી ઉત્તમ રહી છે. જે રીતે સુરતનો વિસ્તાર વધી રહ્યો છે, તે જોતાં આગામી દિવસોમાં વેસુ, ઉતરાણ પોલીસ મથકનું નિર્માણ કરી લોકાર્પણ કરી શકાશે.