ગુજરાત

gujarat

ETV Bharat / city

સાંસદ પ્રભુ વસાવાએ હારનું કારણ જણાવ્યુ, અંદરખાને કોઈ પરિબળો કામ કરી ગયા

સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની ચૂંટણીમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની હાર થઈ છે. આ અંગે પ્રભુ વસાવાએ હારનું કારણ અંદરખાને કોઈ પરિબળો કામ કરી ગયા હોવાની વાત કરી છે.

સાંસદ પ્રભુ વસાવા
સાંસદ પ્રભુ વસાવા

By

Published : Jan 31, 2021, 12:18 PM IST

  • સુરત ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર પદની ચુંટણીનું પરિણામ જાહેર
  • માંડવી બેઠક પરથી પ્રભુ વસાવાની હાર
  • હારની નૈતિક જવાબદારી પ્રભુ વસાવાએ સ્વીકારી

સુરતઃ ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર પદ માટે મતગણતરી થઈ જેમાં 18 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પ્રેરિત સહકાર પેનલે જીતી છે. પરંતુ આ પેનલનામાં સામે બારડોલી સાંસદ પ્રભુ વસાવા ચૂંટણી હારી ગયા છે. માંડવી બેઠક પરથી પ્રભુ વસાવાની હાર થઈ છે. હારની નૈતિક જવાબદારી પ્રભુ વસાવાએ સ્વીકારી છે.

પોતાનાથી કામ કરવામાં કોઈ કચાશ રહી હોય તેવું નિવેદન આપ્યું

વર્ષોથી ચૂંટાઈને આવતા ભાજપના સાંસદ પ્રભુ વસાવાની હાર થતાં ચૂંટણી પરિણામને દિલથી સ્વીકારી પોતાનાથી કામ કરવામાં કોઈ કચાશ રહી હોય તેવું નિવેદન આપ્યું છે. પ્રભુ વસાવા હારનું કારણ અંદરખાને કોઈ પરિબળ કામ કરી ગયા હોવાની વાત કહી છે.

તેમની હાર માટે કોઈક પરિબળ કામ કરી ગયુ હોવાનો ખુલાસો

પ્રભુ વસાવાએ હારનો સ્વીકાર કરતા કહ્યુ કે કેટલાક વિઘ્નસંતોષી પરિબળ પાર્ટીમાં કામ કરતા હોય છે, ત્યારે એવું માની કોઈકનું પરિબળ તેને હરાવવામાં કામ કરી ગયુ હોવાનો ખુલાસો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details