સુરત: દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન સ્માર્ટ સિટી (Electric vehicle smart city) બનાવવા માટે 500 જાહેર-ખાનગી ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન (Private electric vehicle charging Station Surat) સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 500માંથી 150 ચાર્જિંગ સ્ટેશન PPP સ્તરે બનાવવામાં આવશે. સુરત મનપા PPP મોડલ (PPP Model Surat) પર 1 રૂપિયા પ્રતિ ચો.મી.ના ટોકન દરે સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન (Public electric vehicle charging station) બનાવવા માટે જગ્યા આપશે.
ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરવાની તૈયારી-ઇ-વ્હિકલ પોલિસી 2021 (E-Vehicle Policy 2021) લાગુ કર્યાના લગભગ 4 મહિના પછી, મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Charging infrastructure Surat) સંબંધિત માર્ગદર્શિકા અને ધોરણો નક્કી કરવાની તૈયારી કરી છે. મળનારી સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee Surat)ની બેઠકમાં આ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં 31 નવેમ્બર 2021ના રોજ ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 મંજૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં પ્રથમવાર સુરત મનપા ઇ-વ્હિકલથી કરશે ગાર્બેજ કલેકશન, વાહનોની ખરીદી પર આટલો ખર્ચ..