- પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના સ્વપ્નરૂપલગ્નસમારોહનું આયોજન
- 4444 જેટલા દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી
- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી
સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના લગ્ન કરાવવામાં (wedding ceremony organized by PP Savani)આવી રહ્યા છે, જેમાં આ વર્ષે આ 300 દીકરીઓના લગ્ન 2 ભાગમાં કરાવવામાં આવી રહ્યા છે. 75 દીકરીઓના સવારના સેશનમાં અને 75 દીકરીઓનું સાંજના સેશનમાં આ રીતે કુલ 2 દિવસ સુધી આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પી પી સવાણી ગૃપ દ્વારા આ લગ્નનું આયોજન 2008થી શરૂ કરવામાં આવ્યું હતું, અને આજદિન સુધી આ પરંપરા ચાલતી આવી રહી છે. પી.પી.સવાણી ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 4000થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે, અને આ વર્ષે 300 દીકરીઓના લગ્ન કરાવી 4444 જેટલા દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. આ લગ્ન પ્રસંગમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખતા મર્યાદિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે.
પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના સ્વપ્નરૂપ લગ્ન સમરોહનું આયોજન, જેમાં કોમી એકતાનો માહોલ આ પણ વાંચો:Samuhika Diksha Mahotsav : સુરતમાં 15 જેટલા ઉચ્ચ ડિગ્રીધારી કરોડપતિઓએ લીધી દીક્ષા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી.
2 દિવસ સુધી પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે, જેમાં આ "ચૂંદડી મહિયરની" લગ્ન પ્રસંગમાં (chundadi mahiyarni wedding ceremony in surat) રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ હાજરી આપી હતી. પી.પી.સવાણીના પ્રમુખ મહેશ સવાણીએ ગૃહ પ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ નું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું, જોકે ગૃહ પ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ આ લગ્ન પ્રસંગમાં થોડા ક્ષણ રોકાયા બાદ ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જતા રહ્યા હતા.
પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના સ્વપ્નરૂપ લગ્ન સમરોહનું આયોજન, જેમાં કોમી એકતાનો માહોલ દીકરીઓનું કન્યાદાન કોવિડ સંસ્થાઓના પ્રમુખ-ઉપપ્રમુખોના હાથે થશે
મહેશ સવાણી જણાવે છે કે, પી.પી.સવાણી ગ્રુપ દ્વારા સ્વપ્નરૂપ લગ્નમાં 300 દીકરીઓના લગ્નનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વરસાદી માહોલને કારણે તારીખ 4 અને 5 એમ 2 ભાગમાં લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. એટલે કે સવારના સેશનમાં 75 જેટલી દિકરીઓના લગ્ન થયા અને સાંજના સમયે 75 જેટલી દીકરીઓનાં લગ્ન થઈ રહ્યા છે. આ એવી દીકરીઓ છે જેમને પિતાની છત્રછાયા નથી, 103 દીકરી એવી છે જેમના મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, નાના-નાની, દાદા-દાદી સાથે મોટા થયા છે. આ દીકરીઓનું કન્યાદાન (kanyadan of orphan daughters in surat) કોવિડ સંસ્થાઓના પ્રમુખ-ઉપપ્રમુખોના હાથે કરવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દીક્ષાર્થીઓ તેમજ દીક્ષાધર્મના વધામણાં કર્યા
4444 જેટલા દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી
મહેશ સવાણીએ જણાવ્યું કે, દીકરીઓના લગ્ન મહેંદી, બ્યુટીપાર્લર, મેડિકલ તમામ જવાબદારી તે નિભાવે છે. આ એવી દીકરીઓ છે જે 49 જેટલી જ્ઞાતિઓ અને હિન્દુ, મુસ્લીમ શીખ,ઈશાઇ વગેરે ધર્મમાંથી આવી રહી છે. આ વખતના લગ્ન પ્રસંગમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે. જેમાં દર વર્ષે જે 150 દીકરીઓ પરણાવવામાં આવતી હતી. એમા આ વખતે બે ભાગ પાડ્યા છે. સવાર સાંજના સેશન કર્યા અને દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને વરસાદી માહોલ ના કારણે અહીં ડોમની અને ગ્રાઉન્ડની અંદર એ રીતે લગ્ન કરાવામાં આવી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે 300 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ 4444 દીકરીઓના પિતા તરીકેનુ ગૌરવ પ્રાપ્ત થશે.
પી.પી.સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના સ્વપ્નરૂપ લગ્ન સમરોહનું આયોજન, જેમાં કોમી એકતાનો માહોલ એક કોમી એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સામ્યાબાનુ અબ્દુલ હમિદએ જણાવ્યું કે, મહેશભાઈના રહેતા આટલા સરસ રીતે તેના લગ્ન થઈ રહ્યા છે, તે માટે તેમનો આભાર વ્યક્ત કરે છે, અને આ લગ્નપ્રસંગમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર કોમી એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.