- સુરતની પોક્સો કોર્ટે રચ્યો ઇતિહાસ
- દુષ્કર્મના આરોપીને ફટકારી આજીવન કેદની સજા
- 5 દિવસમાં સંભળાવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા
સુરત:શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 5 વર્ષની બાળકીના બળાત્કાર કેસમાં પોક્સો કોર્ટે(pocso Court) માત્ર 5 દિવસમાં જ ટ્રાયલ પુરી કરી આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી(Sentenced to life imprisonment) છે. પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી.
સૌથી ઝડપી ટ્રાયલ-ચુકાદાનો આ પહેલો મામલો
12-ઓક્ટોબર 2021 નવરાત્રીના સમયે સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી બાળકી મળી આવી હતી. નવરાત્રી સમયે જીઆઇડીસી ખાતે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા 39 વર્ષીય આરોપી હનુમાન નિશાદને અત્રેની પોકસો કોર્ટના વધારાના સત્ર ન્યાયાધિશ પ્રકાશચંદ્ર કાલાની કોર્ટે મરે ત્યાં સુધી જેલની સજા અને રૂપિયા એક લાખ દંડનો હુકમ કર્યો હતો. બળાત્કારના કેસમાં સૌથી ઝડપી ટ્રાયલ-ચુકાદાનો આ પહેલો મામલો છે, જેમાં ટેકનિકલી પાંચ દિવસની ટ્રાયલ બાદ જ આરોપીને સજાનો હુકમ કરાયો હતો. ફરિયાદની તારીખથી 30 દિવસમાં આરોપીને સજા કરાઈ હતી.
15 લાખનું વળતર
કોર્ટે પોતાના ચુકાદમાં નોંધ્યુ હતુ કે, ભોગ બનનાર બાળાને આ બનાવમાં જાતિય અંગ ઉપર ગંભીર ઇજા થઈ છે અને ગળાના ભાગે પણ ઇજા છે જે જિંદગી ભર ન ભૂલાય એવા નિશાન છે. બાળકીને નાલ્સા વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂપિયા 15 લાખનું વળતર આપવાનો પણ હુકમ કરાયો હતો.
જ્યુસ પીવડાવવાની લાલચ આપી માસુમ પર ગુજાર્યો હતો બળાત્કાર
સચીન જીઆઇડીસી ખાતે રહેતી પાંચ વર્ષની બાળકીને આરોપી હનુમાન ઉર્ફે અજય મંગી નિશાદે તા. 12મી ઓક્ટોબરના રોજ જ્યુસ પીવડાવવાની લાલચ આપીને લઇ ગયો હતો અને નજીકના એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલની પાછળના ભાગે આવેલાં ઝાડી-ઝાંખડાવાળી જગ્યામા લઇ જઇ માસુમ પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીએ હત્યાના ઇરાદે બાળકીનું ગળું દબાવી દીધુ હતુ, ગંભીર ઇજાથી તડફડતી બાળકીને નરાધમ હનુમાન નિશાદ ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. બીજી તરફ બાળકીના ઘરના સભ્યો તેને શોધતા રહ્યા હતા અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટ ચાલુ રખાઈ
આ કેસમાં પોલીસે ચાર્જશીટ ઉપરાંત આરોપી સીસીટીવીમાં બરાબર ઓળખાતો ન હોય ગેઇટ એનાલિસીસ માટે તત્પરતા દાખવી હતી. સરકારી વકીલો અને કોર્ટે પણ સ્પિીડી ટ્રાયલ ચલાવી હતી. ટ્રાયલ દરમિયાન તો રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટ ચાલુ રહી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ અને શનિ-રવિની રજા દુર કરવામાં આવે તો આ કેસનો ચુકાદો ટેકનિકલી તો પાંચ જ દિવસમાં આવ્યો છે.
સમાજમા એક કડક દાખલો