ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ત્રણ વર્ષ માટે પાવર, ઈંટ્રેસ્ટ, જીએસટી સબસીડી આપો: ઈનટુક - latest news of textile industry

કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજ અંગે ઇનટુક સુરત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. મરણપથારીએ પડેલા ટેક્સટાઇલ ઉદ્યોગને પાવર સબસીડી, ઇંટ્રેસ્ટ સબસીડી, જીએસટી સબસીડી ત્રણ વર્ષ માટે આપે જેથી ઉદ્યોગની સ્થિતિ સારી થઈ શકે.

Surat textile industry for three years
ઇનટુક પ્રમુખ નૈષદ દેસાઈ

By

Published : May 23, 2020, 4:19 PM IST

સુરતઃ ઇનટુકે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આત્મનિર્ભર લોન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઇનટુક પ્રમુખ નૈષદ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે, MSME સેકટરને એક કરોડ સામે માત્ર 20 લાખની જ લોન મળશે. વીજળી યુનિટના ચાર્જ પણ ગુજરાતમાં વધારે છે. સબસીડી વગર કાપડ ઉદ્યોગને બચાવવું મુશ્કેલ છે. ચીન અને બાંગ્લાદેશ કરતા ભારતનો જીએસટી દર વધુ છે. આવી જ રીતે રહેશે તો ઉદ્યોગ બાંગ્લાદેશ, ચીનમાં જઈ શકે છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ત્રણ વર્ષ માટે પાવર, ઇંટ્રેસ્ટ, જીએસટી સબસીડી આપે: ઇનટુક
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં 95 ટકા શ્રમિકો પરપ્રાંતીય છે. જે હિજરત કરી રહ્યા છે. ઉદ્યોગને બચાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે આવે અને ઉદ્યોગને ત્રણ વર્ષ માટે પાવર સબસીડી, ઇંટ્રેસ્ટ સબસીડી, જીએસટી સબસીડી આપે.

ABOUT THE AUTHOR

...view details