ગુજરાત

gujarat

ETV Bharat / city

કાપડ વેપારીઓમાં વિવાદ : ફોસ્ટા પદાધિકારીઓની ચૂંટણીની માગ સાથે પોસ્ટર લાગ્યાં - પોસ્ટર

સુરતમાં કાપડ માર્કેટમાં કોરોનાને લીધે માર્કેટો બંધ રાખવી કે ચાલુ રાખવી તેની મથામણ ચાલુ છે. ત્યાં બીજી બાજુ કેટલાક લોકો ફોસ્ટા એટલે ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પદાધિકારીઓની ચૂંટણી કરાવવા માટે સક્રિય બન્યા છે.

કાપડ વેપારીઓમાં વિવાદ : ફોસ્ટા પદાધિકારીઓની ચૂંટણીની માગ સાથે પોસ્ટર લાગ્યાં
કાપડ વેપારીઓમાં વિવાદ : ફોસ્ટા પદાધિકારીઓની ચૂંટણીની માગ સાથે પોસ્ટર લાગ્યાં

By

Published : Mar 23, 2021, 1:01 PM IST

  • કાપડ માર્કેટના વેપારીઓમાં અંદરોઅંદર મતભેદ
  • કોરોના કેસોમાં વધારો થતાં માર્કેટો બંધ રાખવા જાહેરાત
  • ફોસ્ટાની ચૂંટણી કરવાની માગણી સાથે પોસ્ટર મૂકાયાં



    સુરતઃ કાપડ માર્કેટના કેટલાક વેપારીઓ માર્કેટ બંધ રહે તેવું ઇચ્છતાં નથી. શુક્રવારે ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશન- ફોસ્ટા દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટો બંધ રહેશે તેવી જાહેરાત અચાનક કરવામાં આવી હતી, જેના લીધે વેપારીઓ નારાજ છે. વેપારીઓનું કહેવું છે કે ફોસ્ટા પદાધિકારીઓ મનપાના અધિકારીઓને પરિસ્થિતિ સમજાવતાં નથી અને અધિકારીઓ જે કહે છે તેમાં સૂર પુરાવે છે. સુરતની લક્ષ્મી માર્કેટ ખાતે પોસ્ટર લગાડવામાં આવ્યું છે જેમાં ફોસ્ટાની ચૂંટણી થાય તેવી માગણી કરાઇ છે.

    આ પણ વાંચોઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ હીરા અને કાપડ માર્કેટ બંધ, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટક્યું


    નવેસરથી ચૂંટણી કરાવવી જોઈએ

    કાપડ માર્કેટના અનેક વેપારીઓ જણાવી રહ્યાં છે કે ફોસ્ટા દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવાય છે અને આખા કાપડ માર્કેટ પર થોપી દે છે. ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશન પર કેટલાક લોકોએ ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. તમામ લોકોને દૂર કરવા જોઈએ અને નવેસરથી ચૂંટણી કરાવવી જોઈએ. આવા પોસ્ટરો રિંગરોડની માર્કેટોમાં લગાડવામાં આવ્યાં છે, ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આવા મેસેજ કરાઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details