- રેડમેસીવીર મામલે રાજકારણમાં ગરમાવો
- પાટીલની જાહેરાત બાદ કોંગ્રેસ અને આપે કર્યા આક્ષેપ
- પાટીલને પૂછો કે એમને ક્યાંથી લાવ્યા ઇન્જેક્શન - મુખ્યપ્રધાન
ન્યૂઝ ડેસ્ક : હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાને કારણે રેડમેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. જે વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5,000 રેડમેસીવીર વિના મુલ્યે આપવામાં આવશે તેવી જાહેરાત કરતા પાટીલે જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેમનેભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે. જે બાદ આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.
સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન
આ જાહેરાત બાદ ભાજપ કાર્યાલયની બહાર મોટી લાઈનો જોવા મળી હતી. કોવિડના દર્દીઓના પરિજનો વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં હાજર થઇ ગયા હતા અને લાઈન લગાવી હતી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમના પ્રિસ્ક્રિપ્શનમાં અને આધારકાર્ડ લઇ તેમને નિશુલ્ક ઇન્જેક્શન આપી રહ્યા હતા. આ અંગે ભાજપના નેતાઓએ ETV Bharatને જણાવ્યું હતું કે, અત્યારે 1,000 ઇન્જેક્શનનો જથ્થો આવી ગયો છે જે આજના દિવસે લોકોને આપવામાં આવશે લોકોને હાલાકી ન થાય આ માટે ભાજપના કાર્યકર્તાઓ ઇન્જેક્શન લોકોને નિશુલ્ક આપી રહ્યા છે.
સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન સુરતમાં ભાજપ 5000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. રેમડેસીવીર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જાહેરાત કરી. સુરતમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે. જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાની કરી અપીલ કરી છે. સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
108ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ વ્યથા સાંભળી હતી
હોસ્પિટલ બહાર ઊભા રહેલા કોરોના દર્દીઓના પરિવારજનો સાથે સી. આર. પાટીલે વાતચીત કરી હતી. એટલું જ નહીં 108ના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ વ્યથા સાંભળી હતી. તેઓએ જણાવ્યું છે કે, સુરતને મુખ્યપ્રધાન દ્વારા ઇન્જેક્શન અને ઓક્સિજનની સગવડ મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરી દેવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેઓભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે.
ભાજપ લોકોના મૃતદેહો અને લોકોના દુ:ખ પર રાજનિતિ કરે છે : કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહે સવાલ ઉઠાવ્યો છે કે, રેમડેસીવીર ઈન્જેક્શનો ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટોર્સ પર નથી, ત્યારે ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો? શું કમલમ કોઈ ફાર્માસ્યૂટિકલ કંપની છે? ભાજપે કયા મેડિકલ નિયમો મુજબ 5,000 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો મેળવ્યો અને કયા સોર્સથી મેળવ્યો? જેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ.
ભાજપ લોકોના મૃતદેહો અને લોકોના દુ:ખ પર રાજનિતિ કરે છે : કોંગ્રેસ કોંગ્રેસનો સવાલ - ભાજપે ક્યા નિયમો મુજબ 5000 રેમડેસીવીર ઈન્જેક્શન મેળવ્યા?
ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર 6 ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને ભાગદોડ કરી રહે છે, તેમ છતાં લોકોને રેમડેસીવીર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે. મેડિકલ રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી. એવી સ્થિતિમાં સી. આર. પાટીલ 5,000 ઈન્જેકશન કયા સોર્સથી લાવ્યા? આ અતિ ગંભીર સવાલ છે. જો સી. આર. પાટીલને સેવા જ કરવી હોય તો, જેમ ડ્રેગન ફ્રૂટને કમલમ કરી નાંખ્યું તેમ, કમલમને કોવિડ સેન્ટરમાં ફેરવી નાંખવું જોઈએ. તમામ જિલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને ક્વોરેન્ટાઈન થવા ખુલ્લા મૂકવા જોઈએ.
કોંગ્રેસે શું ઉઠાવ્યા સવાલો?
માત્ર સુરતમા જ કેમ? શું પાટીલ માત્ર સુરતના જ પ્રમુખ છે? પાટીલને સેવા કરવી હોય તો આખાય ગુજરાત ભાજપના તમામ કાર્યાલયો પરથી રેમડેસીવીર મફત વહેેંચવા જોઈએ. એટલું જ નહીં, 6 ઈન્જેકશન એક દર્દી માટે જરૂરી છે, ત્યારે ભાજપ દ્વારા દર્દી દીઠ 1 ઈન્જેક્શન વહેંચી જાણે, થોડાક શ્વાસ ઉધાર આપવાની નિર્દયતા છલકાઈ રહી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રસીકરણની વેક્સિન પેજ પ્રમુખો અને ભાજપ કાર્યકરો દ્વારા અપાવવાના રાજકીય પ્રયાસ બાદ સી. આર. પાટીલનો કોવિડ મેનેજમેન્ટ હસ્તગત કરવાનો બીજો ઘૃણાસ્પદ પ્રયાસ છે. પાટીલનો પ્રજાને સીધો સંદેશ છે કે, તમારો જીવ હવે ભાજપ જ બચાવી શકશે, મેડિકલ સ્ટોર્સ કે દવાખાના નહી. આખી સિસ્ટમને અને લોકોના જીવને બાનમાં લેવાનો આ પ્રયાસ ગેરકાયદેસર અને અમાનવીય છે.
5000 ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવાની તપાસ થવી જોઇએ - કોંગ્રેસ નેતા અનુપ રાજપૂત
કોંગ્રેસ નેતા અનુપ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે, 5,000 ઇન્જેક્શ ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે ક્યાંથી આવ્યા એ મોટો સવાલ છે. તેમને કોઇ મેડિકલ સ્ટોર કે દવા બનાવતી કંપની ધરાવતા નથી, તો આ ઇન્જેક્શન સી આર પાટીલ પાસે ક્યાંથી આવ્યા એનો ખુલાસો આપે. એક ઇન્જેક્શન માટે રાત રાતભર લાઇનમાં ઉભા રેવા છતા ઇન્જેક્શન મળતા નથી.
5000 ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવાની તપાસ થવી જોઇએ - કોંગ્રેસ નેતા અનુપ રાજપૂત સી. આર. પાટીલ નીચ રાજનીતિમાંથી બહાર આવી લોકોનું ધ્યાન ન ભટકાવે - આપ પ્રદેશ પ્રવક્તા
આપ પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી એ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં ભયાનક વધારો થયો છે. લોકો 6 6 કલાક લાઇનમાં ઉભા રહેવા છતા રેડમેસીવીર ઇન્જેકશન મળતા નથી. ખુદ મુખ્ય આરોગ્ય સચિવે સુરત મુલાકાતમાં 6 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, રેમેડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો સરકાર પાસે નથી, ત્યારે સી. આર. પાટીલ પાસે આ ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જોઇએ.
સી. આર. પાટીલ નીચ રાજનીતિમાંથી બહાર આવી લોકોનું ધ્યાન ન ભટકાવે - આપ પ્રદેશ પ્રવક્તા સુરતમાં પૂરતો જથ્થો મોકલી દેવામાં આવ્યો છે : મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાનને વધુમાં જણાવ્યું કે, સરકાર તરફથી સુરતની કિરણ હોસ્પિટલને 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવ્યા છે. આ ઇન્જેક્શન આસામના ગુવાહાટીથી એરલિફ્ટ કરીને સુરત પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને 2,500 રેમડેસીવીર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ, કોરોના સંક્રમણ સામે નાગરિકોની રક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સુરત માટે 12,500 રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. કિરણ હોસ્પિટલ માટે જે વ્યવસ્થા કરી તે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હોસ્પિટલમાં જ છે. આ જથ્થો કેમ વાપરવો..? અને કોને આપવો..? એ હોસ્પિટલ નક્કી કરશે. સરકારે ફક્ત તેમના મિડિયેટર બની વ્યવસ્થા કરી દીધી છે.
સી.આર.પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો : વિજય રૂપાણી સી. આર. પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો : વિજય રૂપાણી
સુરત ભાજપ તરફથી 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. સી. આર. પાટીલે સુરત માટે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હોવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, સી.આર. પાટીલે સુરતની ચિંતા કરીને 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા તેમણે કેવી રીતે કરી..? આ પ્રશ્નનો ચોક્કસ જવાબ સી. આર. પાટીલ જ આપી શકશે. સરકાર તરફથી અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.