સુરત:દિલીપ સંઘાણી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ તેમનાં આ નિવેદનથી ગુસ્સે ભરાઈ છે. સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ દિલીપ સંઘાણી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે , દિલીપભાઈ પોતાના નિવેદનને લઇને ફરી ગયા છે. તેઓ કહી રહ્યા છે કે આવું કશું હું બોલ્યો જ નથી પરંતુ જે બાબત તેઓએ કીધી છે તે ખૂબ જ ગંભીર બાબત છે.
દિલીપભાઈએ જે અત્યારે શબ્દ કહ્યા છે તે થૂંકેલું ચાટવામાં બરાબર હશે - હોળી ધૂળેટીના પર્વમાં આવા રંગબેરંગી કાર્યક્રમોમાં સન્માનિત અને સમાજના અગ્રણી ઉપર કાદવ કીચડ ઉછાળવાની પ્રવૃત્તિ થઈ રહી છે. જે માત્રને માત્ર એક જ સ્ટંટ છે. ઘણા સમય પછી તેઓ ગુજરાતમાં છે અને પોતાનું અસ્તિત્વ બતાવવા માટે તેમનો પ્રયાસ થઇ રહ્યો છે. નરેશભાઈ સાથે શું થશે તે બાબતે તેમની પાસે ખૂબ જ વિશાળ ટીમ છે જે વ્યક્તિગત તેમનો નિર્ણય લેવાના છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, સમાજ એટલે શું ? નરેશભાઈ મને પુછવા આવે એવી વાતોમાં ખૂબ જ અહંકાર અને અભિમાન જોવા મળે છે. જેને હું ખૂબ આકરા શબ્દોમાં વખોડું છું. આવનાર દિવસોમાં જો નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો દિલીપભાઈએ જે અત્યારે શબ્દ કહ્યા છે તે થૂંકેલું ચાટવામાં બરાબર હશે.