સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, કે જે સુરતના વરાછા વિસ્તારમાં એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતું હતો. પરંતુ દારૂની લત વધી જતા તેને એમ્બ્રોઇડરી ખાતું બંધ કરી મોટરસાયકલ ચોરવાનો ધંધો શરૂ કરી દીધો હતો અને એક બાદ એક કરી તેને 15 જેટલી મોટર સાયકલોની ચોરી કરી હતી.
મોટરસાયકલની ચોરી કરનાર શખ્સની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ - Surat police
સુરત ક્રાઈમ બ્રાન્ચે 15 ચોરીના મોટરસાયકલ સાથે એક એવા ઈસમની ધરપકડ કરી છે કે જે એમ્બ્રોઇડરી ખાતૂ ચલાવતો હતો પરંતુ દારૂના લતના કારણે તેને મોટરસાયકલની ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં આરોપી ધરપકડથી બચવા માટે બે નામો પણ રાખતો હતો. જે અંગેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે.
શહેરમાં સતત વધી રહેલા મોટરસાઇકલ ચોરીના બનાવની તપાસ જ્યારે ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી ત્યારે પોલીસે રોહિતની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ ત્યારે ચોંકી ગઈ હતી જ્યારે તેમને ખબર પડી કે એમ્બ્રોઇડરી કારખાનું છોડીને રોહિત બાઈક ચોરી કરવા લાગ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે પોતાનુ નામ રોહિતભાઈ ઉર્ફે પ્રદીપ ભીખાભાઈ નાકરાણી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આરોપીની મોડેસ ઓપરેન્ડી વિશે જણાવ્યું હતું કે, આરોપી ડુપ્લીકેટ ચાવીથી તેમજ સ્ટેયરીંગ લોક વગરની ગાડીઓની ચોરી કરતો હતો અને ગ્રાહક શોધી વાહન વેચી નાખતો હતો.