ગુજરાત

gujarat

ETV Bharat / city

આવો શિરપાવ? કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે ઝપાઝપી કરી કપડાં ફાડતાં પોલીસ-ટીઆરબી જવાન - Surat Police Commissioner R B Brahmbhatt

કોરોના વોરિયર્સ કહીને જેમનું પીએમ મોદી પણ સન્માન કરે છે તેવા તબીબ સાથે સૂરત પોલિસકર્મી અને ટીઆરબી જવાનની ઝપાઝપીએ આક્રોશની લાગણી ફેલાવી છે. દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને સ્પીડમાં હંકારવા મુદ્દે અટકાવી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતારગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આવો શિરપાવ? કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે ઝપાઝપી કરી કપડાં ફાડતાં પોલીસ-ટીઆરબી જવાન
આવો શિરપાવ? કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે ઝપાઝપી કરી કપડાં ફાડતાં પોલીસ-ટીઆરબી જવાન

By

Published : May 16, 2020, 6:46 PM IST

સુરત: કોરોના વાયરસની મહામારી વચ્ચે વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહેલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ જોડે પોલીસ કર્મચારી સહિત ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂંક કરી ઝપાઝપી કરવામાં આવી હોવાના આક્ષેપ થયાં છે.દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને અટકાવી " કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યાં છો તેમ કહી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પહોચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ ત્યાં દોડી આવ્યાં હતાં. તબીબ સાથે થયેલ દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતારગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આવો શિરપાવ? કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે ઝપાઝપી કરી કપડાં ફાડતાં પોલીસ-ટીઆરબી જવાન
દેશભરમાં કોરોનાની મહામારી વચ્ચે તબીબો પોતાનું મોટું યોગદાન આપી રહ્યાં છે. આ વચ્ચે વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહેલાં તબીબો જોડે ગેરવર્તણૂકના કિસ્સા હાલ સામે આવી રહ્યાં છે. જ્યાં તબીબી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. સૂરતના કતારગામ વિસ્તારમાં કાર્ડિયોલોજીસ્ટ તબીબ જોડે પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂક તેમજ ઝપાઝપી કરવામાં આવી છે.કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ભાવેશ કાતડિયા નામના તબીબ આજે પોતાના દર્દીને સારવાર આપ્યાં બાદ અમરોલીથી કતારગામ તરફ આવી રહ્યાં હતાં.જે દરમિયાન કતારગામ નજીક આવેલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ફરજ પર હાજર પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન દ્વારા તબીબના વાહનને અટકાવવામાં આવ્યું હતું. જે પ્રમાણે તબીબે આક્ષેપ કર્યા છે તે અનુસાર ટીઆરબી અને પોલીસ જવાન દ્વારા ગાડી કેમ ફૂલ સ્પીડમાં હંકારો છો કહી ગેરવર્તણૂક કરવામાં આવી હતી. પોતે તબીબ હોવા છતાં અને આઈકાર્ડ બતાવ્યાં બાદ પણ ઝપાઝપી તેમ જ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિેએશને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી. તબીબની ફરિયાદના આધારે પોલીસે કસૂરવારો સામે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી.તબીબ પર હુમલાના પ્રયાસની આ ઘટના બાદ તબીબી આલમમાં રોષ વ્યાપી ગયો હતો. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતાં સૂરત પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે પણ તપાસના આદેશ આપ્યાં છે. પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તબીબ દ્વારા પણ પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ તે અંગે પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details