- ગત 30મી જાન્યુઆરીના રોજ બપોરે ઘર છોડી ચાલ્યો ગયો હતો પરિવાર
- SOGની ટીમે 8માસ પહેલા ઇસનપોરથી ગુમ થયેલ પરિવારને શોધ્યો કાઢ્યો
- ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા પોલીસની એજન્સી દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી
સુરત: ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામમાંથી 30 જાન્યુઆરીના રોજ રોયલ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 467માં રહેતા જશુભાઈ ભાઈલાલ પંચાલ, રંજનબેન જશુભાઈ પંચાલ, યશ જશુંભાઈ પંચાલ, કક્ષાબેન જશુભાઈ પંચાલ આખો પરિવાર ઘર છોડીને ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો- ખેડૂત પિતાની લાચારી: ગુમ થયેલી પુત્રી પર રાખવું પડ્યું 50 હજારનું ઈનામ..?
જિલ્લા પોલીસની એજન્સી દ્વારા શોધખોળ હાથ ધરાઇ
આ બાબતે ગુમ થનાર પરિવારના ભાઈ પ્રહલાદ ભાઈલાલ પંચાલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ ગુમ થયેલા પરિવારને શોધી કાઢવા ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા પોલીસની એજન્સી દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી.
આ પણ વાંચો- Himachal Pradesh: ભૂસ્ખલનની ઘટનામાં ગુમ થયેલા સૂફી સિંગર મનમિત સિંહનો કાંગડામાંથી મળ્યો મૃતદેહ
પોલીસે ગુમ યુવકની પત્નીની પૂછપરછ કરી હતી
સુરત ગ્રામ્ય SOG ટીમના માણસોને ઇસનપોરથી ગુમ થનાર બહેન તથા બાળકો સાથે સાયણ સુગર રોડ પર આવેલા સિલ્વર એપારમેન્ટ રહે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ગુમ થનાર પરિવારના રંજન બહેન, બે સગીર બાળકો પૈકી યશ સાથે મળી આવ્યો હતો, પણ પોલીસને ઘરના મોભી જશુભાઈ પંચાલની ભાળ ન મળતા પોલીસે ગુમ યુવકની પત્નીની પૂછપરછ કરી હતી.