સુરત શહેરમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવી અને ઘટનાઓ બની રહી છે. સામાન્ય બાબતે કોઈપણ વ્યક્તિ ઉપર ઘાતક હથિયાર સાથે હુમલો કરતા અસામાજિક હચકાતા નથી. ત્યારે સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા વેડરોડ ઉપર વિજયનગર સોસાયટી-2માં એક વ્યક્તિ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પગના ભાગે ચાકુ મારી ફરાર થઈ જવાની (youth attack case in Surat) ઘટના સામે છે. આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અસામાજિક તત્વોનો આંતક, યુવકના પગમાં ચપ્પુના ઉપરા ઉપરી ઘા મારી ફરાર - Surat Police
સુરત શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક (youth attack case in Surat) સામે આવ્યું છે. શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવકના પગમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી ફરાર થયા ગયા. જોકે આ મામલે ચોક બજાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. (Surat Crime News)
CCTV માં સ્પષ્ટપણે જોઈ શકાય છેચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા (Youth attacked with paddle in Surat) એક યુવકના પગમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી ફરાર થયા ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલ CCTV માં કેદ થઈ ગઈ હતી. CCTV માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ત્રણ અજાણ્યા શખ્સો જેઓ મોં ઉપર રૂમાલ બાંધી આવે છે. તેમજ સોસાયટીના ગેટ ઉપર ઉભેલ વિજય ડાભીના પાછળના ભાગે બે ચપ્પુના ઘા મારી ફરાર થઈ જતા હોય છે. હાલ તો ચોક (chowk bazaar youth Attack) બજાર પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
વેપારમાં થયેલા ઝઘડાની અદાવતસૂત્ર માહિતી અનુસાર ચોક બજાર વિસ્તારના હદમાં આવેલા વેડરોડ ઉપર વિજયનગર સોસાયટી-2માં રહેતા વિજય ડાભી નામના વ્યક્તિ ઉપર તેના જ ભૂતકાળમાં દારૂના વેપારમાં થયેલા ઝઘડાની અદાવત રાખી પોતાના ઘર પાસે ઉભો હતો, ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઇ આવી તેની પર જીવને હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર મામલે હાલ ચોક બજાર પોલીસ દ્વારા (Surat Police) તપાસ હાથ ધરવામાં આવી છે. (Surat Crime News)