ગુજરાત

gujarat

ETV Bharat / city

માનસિક તણાવ, દેવું વધી જતા તાપી નદીમાં માર્યો કૂદકો - Youth increasing debt suicide in Surat

સુરતમાં એક યુવક દેવું વધી જતા તાપી નદીમાં કૂદકો (suicide case Youth in Surat) મારીને જીવન ટુંકાવ્યું છે. આ યુવકે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈટ નોટ મૂકી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. (Dead body found Tapi river in Surat)

માનસિક તણાવ, દેવું વધી જતા તાપી નદીમાં માર્યો કૂદકો
માનસિક તણાવ, દેવું વધી જતા તાપી નદીમાં માર્યો કૂદકો

By

Published : Oct 13, 2022, 9:51 AM IST

સુરત તાપી નદીમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી (suicide case Youth in Surat) આવ્યો છે. જોકે આ યુવકની ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ગતરોજ મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ યુવકનો મૃતદેહ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસમોટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Dead body youth in Tapi)

સુસાઇડ નોટ લખી આત્મહત્યા મળતી માહિતી મુજબ સુરત શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતો 27 વર્ષીય ચિરાગ પારેખ એમ્રોડરીનું કારખાનું ચલાવે છે. સાથે અન્ય સાઈડ કામ પણ કરતો હતો. તે ઉપરાંત શેર બજારમાં રોકાણ કરવા માટે પોતાનું એકાઉન્ટ પણ ખોલ્યું હતું. પરંતુ શેરબજારમાં મોટું નુકસાન જતા ક્રિકેટ સટ્ટો રમતો હતો. તેમાં પણ ખુબ દેવું વધી જતા છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતો હતો. અંતે તેણે સુસાઇડ નોટ લખી તાપી નદીમાં આત્મહત્યા કરી લીધી હતી. જેની તાપી નદીમાંથી મૃતદેહ મળતા ફાયર વિભાગ દ્વારા ચિરાગની મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્મોટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Dead body found Tapi river in Surat)

માસિક તણાવઉલ્લેખનીય છે કે, આગળના દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે ધંધાદારીઓ હિસાબ કિતાબને લઈને ઉઘરાણીઓ કરી રહ્યા છે, ત્યારે આ ઉઘરાણીના કારણે 27 વર્ષીય ચિરાગ પારેખ જેઓનું દેવું ખુબ હતું. જેને કારણે છેલ્લા ઘણા સમયથી માસિક તણાવવામાં હતો અને અંતે તેમણે સુસાઇડ નોટ લખી તાપી નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. (Youth increasing debt suicide in Surat)

સોશિયલ મીડિયા પર સુસાઈટ નોટ27 વર્ષીય ચિરાગ પારેખે સોશિયલ મીડિયા ઉપર સુસાઇડ નોટ લખી હતી કે, મારે ક્રિકેટના સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગમાં ખુબ નુકસાન થઇ ગયું છે. જેને કારણે મારે ખૂબ દેવું વધી ગયું છે. મારી પાસે પંકજ દુધાત, જયદીપ મેર મારી પાસે પૈસાની માંગણીઓ કરી રહ્યા છે. તે ઉપરાંત મારે જેમની પાસે પૈસા લેવા છે. હરેશભાઈ અને પરાગ, રમેશ, સાગર જેઓ પૈસા આપતા નથી. જેથી હું હવે કંટાળીને આત્મહત્યા કરું છું. આ સોશિયલ મીડિયા પર મૂકી ગુમ થઈ ગયો હતો. જોકે ગુમ થવાની ફરિયાદ એમના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. (Surat Crime News)

ABOUT THE AUTHOR

...view details