સુરતડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત લાખો રૂપિયાના હીરાની લૂંટની ઘટના બની છે. સુરતના કતારગામ વિસ્તારમાં હીરા કારખાનેથી સેફમાં હીરા મુકવા જતા હીરા વેપારીને પાંચ લૂંટારુઓએ આંતરિક મોઢે ડૂચો મારી ગળું દબાવીને 25 લાખના હીરા ભરેલી બેગ લૂંટી (diamond robbery in Surat) નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એટલું જ નહીં પોલીસે સ્થળ પર પહોંચી સ્થાનિકોના નિવેદન પણ લીધા છે.
ભરબજારે વેપારીનું ગળું દબાવીને લાખોના હીરાની મચાવી લૂંટ શું હતી ઘટના સુરતના કતારગામ મોરારજીની વાડીમાં રહેતા કનૈયા પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષથી કતારગામ વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવે છે. સોમવારે મોડી સાંજે કનૈયાભાઈ કારખાનામાંથી હીરા લઈ સેફમાં મુકવા જઈ રહ્યા હતા. કારખાનાથી બહાર નીકળી જ્યારે તેઓ મોપેડ પાસે જઈ રહ્યા હતા, ત્યારે જ એક અજાણ્યા યુવક તેમની તરફ આવ્યો હતો અને યુવકે કનૈયાભાઈને મારે તમારે ત્યાં નોકરી કરવી છે એવું કહી રોકી વાતોમાં ભોળાવ્યા બાદ અચાનક જ ઝાપડ મારી દીધી હતી. (Diamond bag robbery in Katargam)
50થી 55 નંગ હીરા કનૈયાભાઈ કશું વિચારી શકે એ પહેલા જ અન્ય યુવકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ અજાણ્યા યુવકોએ કનૈયાલાલના મોઢામાં કપડાં જેવો ડૂચો મારી દીધો હતો, એટલું જ નહીં તેઓએ કનૈયા લાલનું ગળું દબાવી ઝપાઝપી કરી તેમના હાથમાંથી હીરા ભરેલી બેગ છૂટવી લીધી હતી. સુરત કતારગામ વિસ્તાર ભરચક વિસ્તારમાંથી પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ, ત્યારે તે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેગમાં 50થી 55 નંગ હીરા હતા જેની (Robbery diamond merchant in Surat) અંદાજિત કિંમત 25 લાખ છે.
કોઈ જાણ ભેદુનું શંકા વેપારી રોજ સેફમાં હીરા મુકવા જતા કોઈ જાણ ભેદુ એ ટીપ આપી હોવાની પણ પોલીસને આશંકા છે, એટલું જ નહીં આરોપીઓએ અગાઉ રેકી કરાવી હોય તેવી પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી રહી છે. સાથે સાથે આજુબાજુના CCTV ફૂટેજમાં પણ આરોપીઓ દેખાય છે. જેના આધારે પણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ચારથી પાંચ લૂંટારો કેમેરામાં ચાલતા જતા દેખાયા હતા. જ્યારે હવે જોવું રહ્યું આ લૂટારોને પોલીસ પકડવામાં ક્યારે સફળતા મળે છે. Surat Crime News, Surat Police