ગુજરાત

gujarat

ETV Bharat / city

ભુખે ભવડો લીધો, પેટ ભરવા માટે હત્યાને અજાંમ આપ્યો

સુરત શહેરના લાલ ગેટ વિસ્તારમાં ભિક્ષુકની કરપીણ હત્યા (Crime case in Surat) કરવામાં આવી છે. હત્યા કરનાર આરોપીએ લાકડાના ફટકા વડે ભિક્ષુકની હત્યા કરી નાખી હતી. પોલીસે CCTVના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, જમવા બાબતે થયેલી તકરાર બાદ તેણે ભિક્ષુકની હત્યા કરી નાખી હતી. (beggar murder case in surat)

ભુખે ભવડો લીધો, પેટ ભરવા માટે હત્યાને અજાંમ આપ્યો
ભુખે ભવડો લીધો, પેટ ભરવા માટે હત્યાને અજાંમ આપ્યો

By

Published : Oct 11, 2022, 5:34 PM IST

સુરત શહેરના લાલગેટ પાસે10મી ઓક્ટોબરના રોજ રાત્રી દરમિયાન થયેલા એક ભિક્ષુકની હત્યાનો (Crime case in Surat) ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ભાગળ જેપી બેકરી નજીક ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક શખ્સ મૃતક યુવકને માથામાં ઉપરા છાપરી લાકડાના ફટકા માર્યા બાદ ત્યાંથી ફરાર થઇ જાય છે. આ મામલે લાલગેટ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યાના ગુનાની તપાસ હાથ ધરતા આરોપીની ધરપકડ કરી લીધી હતી.(beggar murder case in surat)

જમવા બાબતે થયેલ તકરાર બાદ ભિક્ષુકની હત્યા

CCTVની મદદથી આરોપીની ઓળખસુરત ક્રાઈમ બ્રાંચના PI લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, લાલચોક પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી. હત્યાની આ ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્યાં લાગેલા CCTV કેમેરામાં આ ઘટના કેદ થઇ જવા પામી હતી. CCTVની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવે છે અને બાદમાં ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. (Beggar murder case in Lalgate area)

આરોપી કોણ છે મળતી માહિતી મુજબ મારનાર વ્યક્તિના જમણા હાથના કાંડા ઉપર ગુજરાતીમાં નરેશભાઈ તેમજ અંગ્રેજીમાં એનું છુંદણ હતું. આ ઘટનામાં ખ્વાજાદાના દરગાહ પાસેથી આરોપી અરવિંદ ભવન કોળી પટેલની ધરપકડ કરી હતી. આરોપી અરવિંદ કડીયાકામની મજૂરી કરે છે અને ભાગળ રોડ ખાતે ફૂટપાથ પર સુઈ રહે છે. કડક પૂછપરછમાં આરોપી અરવિંદે જણાવ્યું હતું કે, તારીખ 9 ઓક્ટોબરના રોજ ઈદનો તહેવાર હોવાથી ભાગળ ચાર રસ્તા પર જુલુસ નીકળ્યું હતું. આરોપી અરવિંદ અને ભિક્ષુક નરેશ તે સમયે ત્યાં હાજર હતા. મોપેડ પર આવેલા એક વ્યક્તિએ તેમને જમવાનું આપી ગયા હતા. આ જમવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી અને ઝઘડો વધી જતા ઉશ્કેરાયેલા અરવિંદએ રોડ પર પડેલા લાકડાના પાટિયા વડે મૃતકને માથામાં મારી હત્યા કરી હતી. (Murder case in Surat)

ABOUT THE AUTHOR

...view details