સુરતઃ શહેરમાં કોરોના વાઇરસના કારણે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. જેની સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. જો કે પોલીસે હવેથી એક અલગ અંદાઝમાં લોકોને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
સુરતમાં પોલીસે દેશભક્તિ ગીત ગાઇ લોકોને ઘરોમાં રહેવા અપીલ કરી - Surat Police
કોરોના વાઇરસના કારણે ચાલી રહેલe લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે સુરતમાં પોલીસ કડક વલણ અપનાવી રહી છે. ત્યાં બીજી તરફ પોલીસનું એક અલગ સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. શહેરના જહાંગીરપુર વિસ્તારમાં પોલીસે એક અલગ અંદાઝમાં લોકોને લોકડાઉનનો અમલ કરાવવા તેમજ ઘરમાં રહેવા માટેની અપીલ કરી છે. તેમજ ઘરોમાં રહેલા લોકોને પોલીસ હવે મનોરંજન પૂરું પાડી રહી છે.
![સુરતમાં પોલીસે દેશભક્તિ ગીત ગાઇ લોકોને ઘરોમાં રહેવા અપીલ કરી સુરતમાં પોલીસે દેશભક્તિ ગીત ગાઇ લોકોને ઘરોમાં રહેવા અપીલ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6893532-thumbnail-3x2-suaaaaaaaa.jpg)
શહેરની જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ નક્ષત્ર નેબ્યુલા રેસિડેન્સીમાં પોલીસે સંગીતના માધ્યમથી લોકોને મનોરંજન પુરૂ પાડ્યું હતું. પોલીસે દેશભક્તિના ગીત ગાઇ રેસિડેન્સીના લોકોને મનોરંજન પૃરું પાડી તમામને ઘરોમાં રહેવા માટેની અપીલ કરી હતી. લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવતા મોબાઈલ ફ્લેશ વડે અભિવાદન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે હમણાં સુધી પોલીસ લોક ડાઉન નો ચુસ્ત અમલ કરાવવા કડક હાથે કામગીરી કરી રહી હતી.પરંતુ સુરત ની જહાંગીરપુરા પોલીસે નવા અંદાઝ માં લોકોને ઘરોની અંદર રહેવા માટેની અપીલ શરૂ કરી છે