- સુરત ખાતે પોલીસ ગૌરવ સમારોહમાં સી.આર પાટીલે આપી હાજરી
- પોલીસને આંદોલન કરવાનો અધિકાર નથી, પોલીસ શિસ્ત નીતિનિયમો લાગે છે
- પોલીસ કોઈ આંદોલન માર્ગ ન અપનાવે, કોઈ સમસ્યા હોય તો મને મળજો: પાટીલ
સુરત: પોલીસને આંદોલન કરવાનો અધિકાર નથી, પોલીસ શિસ્ત નીતિનિયમો લાગે છે. આંદોલન કરનારા પોલીસકર્મીઓ સામે ગંભીર ગુનાઓ દાખલ થઈ શકે છે, સુરત ખાતે સુરત પોલીસ દ્વારા આયોજિત પોલીસ ગૌરવ સમારોહ (Police Gaurav Samaroh) ખાતે આ વાત ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું.
Police Gaurav Samaroh: સુરતમાં સી.આર પાટીલે કહ્યું, પોલીસને આંદોલન કરવાનો અધિકાર નથી તમારા શહેરમાં ગૃહ રાજ્યપ્રધાન છે: પાટીલ
પોલીસ ગૌરવ સમારોહમાં હાજર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે (CR Patil at Police Gaurav Samaroh) પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે જણાવ્યું હતું કે, આજે કેટલાક કર્મચારીઓએ વિરોધ કર્યો, મને લાગે છે કે તેમને દિશા બદલવી જોઈએ. તમારા શહેરમાં ગૃહ રાજ્યપ્રધાન છે, તમે સરળતાથી મળી શકો તે પ્રકારે તમામ માટે અવેલેબલ છે. તમે એકલ-દોકલ જઈને મળો અને પોતાની તકલીફની વાત કરશો તો પણ જવાબ આપશે.
પોલીસને આ રીતે આંદોલન કરવાનો અધિકાર જ નથી
પોલીસને આ રીતે આંદોલન કરવાનો અધિકાર જ નથી, પરંતુ જ્યાં સુધી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવું ન કરવું જોઈએ, નહીતો ગંભીર ગુનાઓ દાખલ થઈ શકે છે. સરકાર અને હર્ષભાઈએ બહુ જ કંટ્રોલ રાખીને કોઈ સામે ગંભીર ગુના દાખલ ન થાય તે રીતે સમજાવટની કામગીરી હાથ ધરી. અધિકારીઓએ પણ કર્મચારીઓને સમજાવ્યા. જેના કારણે આ લોકોની પાછળ જે તત્વ હતા તેમનો ઇરાદો અલગ હતો, પરંતુ હાથો પોલીસને બનાવવાનો પ્રયત્ન કર્યો.
પોલીસને તમામ સગવડો આપવામાં આવે છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક પોલીસ કર્મચારીઓ ગુજરાતની અંદર સુરતમાં (C R patil in surat) પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો, હું પોતે પોલીસમાં હતો ત્યારે એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યો છું અને જે તે સમયે ગુજરાતમાં આંદોલન થયા અને તોફાનો પણ થયા, પરંતુ સુરતમાં એક પણ તોફાન થયો નહોતો. કારણ કે મને ખબર હતી કાયદાની દ્રષ્ટિએ જુઓ તોફાન થશે એક્શન આવશે અને જો એક્શન આવશે તો જે લોકો ધમાલ કરશે તેમની લાઈફ બગડી જશે. દક્ષિણ ગુજરાતમાં કોઈપણ એક કર્મચારીને અરેસ્ટ કરવું પડ્યું નહોતું, કોઈ એક્શન થયું નહોતું. તે સમયે ખૂબ જ મોટું કામ થયું હતું. પોલીસને મારો આજીવન સપોર્ટ છે, પોલીસે કોઈ આંદોલન માર્ગને અપનાવે કોઈ સમસ્યા હોય તો મને મળજો પોલીસને તમામ સગવડો આપવામાં આવે છે.
આ પણ વાંચો:વાપીમાં પાટીલનું લોકોને સરકારી યોજનાઓના લાભ આપી મદદરૂપ થવા આહવાન
આ પણ વાંચો:જામનગર:ભાજપ સ્નેહ મિલનમાં સી.આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનધિઓની ખોટી હવા કાઢી નાખવા કહ્યું