ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ - પોલીસ પરિવારની બહેનો

ગુજરાત પોલીસ ગ્રેડ પે (Gujarat Police Grade Pay) વધારા આંદોલન મામલાને લઈને સુરત પીપલોદ લાઇનમાં પોલીસ પરિવાર દ્વારા થાળી વગાડી રેલી કાઢી વિરોધ (Protest Against Government) કર્યો હતો. જો કે રેલી કાઢતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ પરિવારની બહેનોને સમજાવી પરત મોકલ્યા હતા.

ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ
ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ

By

Published : Oct 26, 2021, 10:09 PM IST

  • સુરતમાં પણ પોલીસનો ગ્રેડ પે વધારવા કરાઈ માંગ
  • પોલીસ પરિવારની બહેનોએ રેલી કાઢી કર્યો વિરોધ
  • સ્થાનિક પોલીસ દ્વારા બહેનોને સમજાવી પરત મોકલ્યા

સુરત : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જે રીતે ગુજરાત પોલીસના ગ્રેડ પે (Gujarat Police Grade Pay) વધારાને લઈને કેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ પ્રદર્શન (Protest Against Government) કરવામાં આવી રહ્યુ છે. તે રીતે આજે મંગળવારે સુરત શહેરમાં આવેલા પીપલોદ પોલીસ લાઈનમાં પોલીસ પરિવારની બહેનોએ ગ્રેડ પેને લઇને કેટલાક મુદ્દાઓ સાથે થાળી ચમચી વગાડી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વાતની જાણકારી સ્થાનિક પોલીસને મળતા જ ઉંમર પોલીસ સહિત ઉચ્ચઅધિકારીઓનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો, જોકે તેમને સમજાવી પરત કર્યા હતા, તેમ છતાં પોલીસ પરિવારની પાંચ બહેનોએ સુરત પોલીસ કમિશ્નર પાસે જઈ પોતાના મુદ્દાઓ મુક્યા હતા.

ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ

પોલીસ પરિવારે કરી રજૂઆત

પોલીસ પરિવારના બેનએ કહ્યું કે, પોલીસ આંદોલનને અમે મહાસમર્થન આપીયે છીએ. ગ્રેડ પેમાં વધારો, અર્ધેથી પેન્શન અટકી ગયું છે આ તમામ મામલે જે નિયમ છે તેનો અમલ કરવા આમારી રજૂઆત છે.આ ઉપરાંત તે બેને કહ્યું હતું કે, પેન્શન આગળ વાળાને મળે છે તો પાછળ વાળાને કેમ નહિ, જે લોકોં કેન્દ્રમાં નોકરી કરે છે એ લોકોને સરકાર તરફથી ફ્રીમાં મદદ મળે છે તો એમાં અમારા ગુજરાત પોલીસના બાળકોને કેમ હેલ્થમાં પણ લાભ મળતો નથી. અમારી સાથે ઘણા અન્યાય થઇ રહ્યા છે. આ સાથે કહ્યું કે, સરકાર પાસે એજ અપેક્ષઓ છે કે અમારી સાથે આવે, અમારી રજૂઆતો સાંભળે.

ગ્રેડ પે વધારા આંદોલન મામલાને સુરતમાં પોલીસ પરિવારનો વિરોધ

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details