કસ્ટડીયલ ડેથ મામલે તત્કાલીન P.I એમ.બી.ખીલેરી, P.S.I સીપી ચૌધરી સહિત કુલ 8 સામે નોંધાયો ગુનો હતો.ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં હાલ સુધી P.S.I સીપી ચૌધરી સહિત 3 આરોપીઓ સામેથી હાજર થયા છે. જ્યારે અન્ય 5 આરોપીઓ હજી પણ ફરાર છે.
સુરત ખટોદરા કસ્ટડીયલ ડેથઃ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહની ધરપકડ
સુરત: શહેરમાં ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલોમાં ખટોદરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ખટોદરા પોલીસની કસ્ટડીમાં શંકમંદ આરોપી ઓમપ્રકાશ પાંડેનું પોલીસના મારથી મોત થયું હતું.
ખટોદરા કસ્ટડિયલ ડેથ મામલે ઓમપ્રકાશ પાંડેના ભાઈ જય પ્રકાશ પાંડેએ સુરત કોર્ટમાં 164 મુજબના નિવેદનમાં તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહનું પણ નામ લખાવ્યું હતું. જ્યાં આખરે કુલદીપસિંહની પણ ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
કુલદીપસિંહ સામે વધુ એક અપહરણ અને બળજબરીપૂર્વક ગુનો કબુલ કરાવવો તેમજ ખોટી રીતે માર મારવાનો પણ ગુનો નોંધાયો છે.જે ગુનામાં કુલદીપની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.આજ રોજ સુરત પોલીસ કુલદીપને સુરત કોર્ટમાં હાજર કરે તેવી શકયતા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલદીપ ખટોદરા પોલીસ મથકમાં વહીવટદારી કરતો હોવાની પણ ચર્ચા હતું.