સુરત શહેરમાં પોલીસ કમિશનરની કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો (Congress protest in Surat) એકઠા થયા હતા. પોલીસે PM મોદીના કાર્યક્રમ વખતે વિરોધ કરતા ખોટી ફરિયાદ દાખલ કરાઈ તે ઉપરાંત ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. જેને લઈને પોલીસ કચેરીએ ભાજપ હાય હાય ના નારા લાગ્યા હતા. તેમજ પોલીસ કમિશનર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. (Police Commissioner Congress Petition)
મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન પાસાનો દુરુપયોગ કર્યોસુરત કોંગ્રેસ પ્રમુખ નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, બ્રિટિશ શાસન કાંતો પછી દેશમાં આઝાદી પછી પોલિટિકલ વર્કર સામે કોઇવાર ભાષાનો દુરુપયોગ (Congress misuse of language) કરવામાં આવ્યો નથી. રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને ભાષાનો દુરુપયોગ કર્યો છે. ભારતના બંધારણ પર હિંસક હુમલો કર્યો છે. ચાર પોલિટિકલ વર્કર જ્યારે દેશના વડાપ્રધાન સુરતની પ્રવાસે હોય ત્યારે તેમના વિરોધ પ્રદર્શન કરતા હોય જ્યારે તમે તેની સામે ભાષાને કાયદો દુરુપયોગ કઈ રીતે કરી શકો?