ગુજરાત

gujarat

ETV Bharat / city

Murder Case in Surat: સામાન્ય ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ - Murder Man in Delad

ઓલપાડ તાલુકાના દેલાડ ગામમાં નજીવી બાબતે એક (Murder Case in Surat) યુવકને જાહેરમાં રહેંસી નંખાયો છે. જોકે, ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને જેલ (Crime Case in Surat) હવાલે કરી દીધો હતો. ત્યારે શું હતો બનાવ જાણો સમગ્ર વિગત.

Murder Case in Surat: સામાન્ય ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ
Murder Case in Surat: સામાન્ય ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ

By

Published : Jul 14, 2022, 8:49 AM IST

સુરત : સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમના કેસોનો સતત (Murder Case in Surat) વધારો થતો જાય છે, ત્યારે ફરી એકવાર સુરતમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવતો ચકચાર મચી ગઈ હતી. સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામમાં એક યુવકને ચપ્પુના ઘા મારીને જાહેરમાં હત્યા કરતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક (Crime Case in Surat) આરોપીની ધરપકડ કરી લીધી હતી.

દેલાડ ગામમાં નજીવી યુવક કરી હત્યા

આ પણ વાંચો :Muslim Murder in Maharashtra : નાસિકમાં મુસ્લિમ આધ્યાત્મિક ગુરૂની ગોળી મારીને હત્યા...

નજીવી બાબતે યુવકની હત્યા - સોમવારની રાત્રીએ દેલાડ ગામના ગોખલે કોલોની વિસ્તારમાં રહેતા દિનેશ રાઠોડ તેની બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન એક દુકાન પાસે આવતા વિશાલ મુકેશ વસાવા મોટરસાઇકલ સામે (Murder Man in Surat) આવી જતા ઝઘડો કર્યો હતો. થોડી જ ક્ષણોમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને ઉશ્કેરાઈ જઈને વિશાલે દિનેશને ચપ્પુના (Murder Man in Delad) ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેમાં દિનેશ રાઠોડનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો :પ્રખ્યાત સરળ વાસ્તુના ધારાશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની લાઈવ હત્યા: હત્યારા અનુયાયી સીસીટીવીમાં કેદ

ગણતરીમાં કલાકોમાં પોલીસે હત્યારાને ઝડપી લીધો -મૃતક દિનેશ રાઠોડને સારવાર મળે એ પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરાતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ દિનેશના મૃતદેહને પોસ્મોટમ અર્થે હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વિશાલ મુકેશ વસાવાનું નામ ખુલતા પોલીસે તેને (Murder Man in Olpad) ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ જેલ હવાલે કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details