સુરત :છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોન આપવાના બહાને છેતરપિંડી (Green Cards Fraud Case in Surat) આચરવાના કેસ વધી રહ્યા હતા. ગ્રીનકાર્ડ અપાવવાના બહાને કામરેજના માતા પુત્ર સાથે છેતરપિંડી કરનાર દંપતી ઝડપાયા છે. પોલીસે દંપતી પાસેથી 5 લાખ રૂપિયાની (Fraud Case in Surat) રોકડ જપ્ત કરી છે. જોકે મુખ્ય મહિલા આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.
આ પણ વાંચો :GSRTC બસો ઉપડી ગયા બાદ એજન્ટો ટ્રિપ કેવી રીતે કેન્સલ કરાવતા જૂઓ
ગ્રીન કાર્ડ આપવાના બહાને છેતરપિંડી - કામરેજના નીલકંઠ રેસીડેન્સી ખાતે રહેતા ગીતા રેશમિયાએ પોતાના અને પુત્ર મયંકના અમેરિકાના ગ્રીન કાર્ડ બનાવવામાં માટે પોતાના મિત્ર પારુલ રાઠોડ અને તેના પતિ દીપક શાહને 55 લાખ રૂપિયામાં કામ આપ્યું હતું. જે પૈકીના 20 લાખ રૂપિયા રોકડ અને બેંક ટ્રાન્સફરથી ચૂકવ્યા હતા. જોકે કામ તો થયું નહિ. પરંતુ, આરોપીઓએ ફોન પણ ઉચકવાના બંધ કરી દીધા હતા. જેથી ગીતા બહેનને છેતરપિંડી થયાનો અહેસાસ થતા કામરેજ પોલીસ મથકમાં (Green Case Fraud) ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :Software Source Code Hack : સોફ્ટવેર સોર્સ હેક કરીને પોતાના નામે સોફ્ટવેર વેચનાર આરોપી ઝડપાયો
પોલીસે પાંચ લાખ રૂપિયા રિકવર કર્યા -જોકે પોલીસ ફરિયાદ બાદ કામરેજ પોલીસે આરોપી દિપક શાહની ધરપકડ કરી પૂછપરછ કરતા 20 લાખ પૈકીના 15 લાખ રૂપિયા અમદાવાદના પોતાના મિત્ર મોહિત ચૌહાણ તેમજ મિત્રની પત્ની દીપિકા ચૌહાણના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ દ્વારા અમદાવાદથી દંપતીને તપાસ માટે બોલાવતા આરોપી મોહિત ચૌહાણે પોતે સરકારી ઓફિસર હોવાનું તેમજ પત્ની દીપિકા ચૌહાણ ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાનો પોલીસને રોફ બતાવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કડકાઈથી તપાસ કરવામાં આવતા બંને પતિ પત્ની પોલીસને ગુમરાહ કરવા માટે પોતે સરકારી અધિકારી હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. પરંતુ, આખરે ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે બંનેની ધરપકડ (Surat Crime Case) કરી આરોપી દંપતી પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ કબજે કરી હતી.