- સિટીલાઈટની સૂર્યપ્રકાશ રેસીડેન્સી કેમ્પસમાં રમી રહેલા સાડા ત્રણ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો
- બિલ્ડિંગના કેમ્પસમાં 50થી વધુ સીસીટીવી કેમેરા અને 10થી વધુ સુરક્ષા ગાર્ડ છે
- હિટ એન્ડ રનની ઘટનામાં અત્યાર સુધી ન્યાય અપાવી શક્યાં નથી
- સંવેદનશીલ ગણાતી સુરત પોલીસ અત્યાર સુધી બાળકના હત્યારાને શોધવામાં નિષ્ફળ રહી છે
સુરત : 19 ઓગસ્ટના રોજ સાડાત્રણ વર્ષનો માસૂમ સંવર જૈન પોતાની બિલ્ડિંગ નીચે રમી રહ્યો હતો. ભાઈ બહેન અને તેના મિત્રો પણ તેની સાથે હતાં તે દરમિયાન અચાનક જ સાંજે સાત વાગ્યે એક સફેદ રંગની કાર તેને કચડી ત્યાંથી ભાગી છૂટે છે. ઘટનાસ્થળે જ તેનું મોત નિપજે છે. ઘટના બાદ માતાપિતા સેવનના આંખોનું દાન કરે છે. આ ઘટનાને 9 દિવસ વીતી ગયાં છે પરંતુ હિટ એન્ડ રનની ઘટનામાં અત્યાર સુધી નાના બાળકને કચડી નાંખનાર અજાણ્યો કારચાલક મળ્યો નથી. બિલ્ડિંગના કેમ્પસમાં 50થી વધુ સીસીટીવી કેમેરા છે અને 10થી વધુ સુરક્ષા ગાર્ડ છે તેમ છતાં આ ઘટના બન્યાંને નવ દિવસ બાદ પણ પોલીસ માસૂમના આરોપીને પકડવામાં નિષ્ફળ નીવડી છે.
કોઈને ખબર જ નથી કે કઇ કારે બાળકને કચડી નાખ્યો હતો
બાળકના પિતા સંદીપ જેને જણાવ્યું હતું કે જ્યારે અમારા બાળકને અકસ્માત નડ્યો હતો ત્યારે તેના બીજા દિવસે અમે સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. પરંતુ જાણવા મળ્યું હતું કે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા બંધ છે. કોઈને ખબર જ નથી કે કઇ કારે મારા બાળકને કચડી નાખ્યો હતો. અમે માત્ર આટલી જ ઈચ્છા ધરાવીએ છીએ કે અમારા બાળક સાથે જ ઘટના બની છે તેમાં અમને ન્યાય મળે
પોલીસ ઝડપથી મારા બાળકને ન્યાય અપાવે
બાળકની માતા પૂજા જૈને જણાવ્યું હતું કે બાળકના મોત બાદ અમે તેનું નેત્રદાન કર્યું છે. આ ઘટના બાદ અમે આશા રાખીએ છીએ કે પોલીસ આરોપીઓને ઝડપથી શોધી મારા બાળકને ન્યાય અપાવે. પરંતુ કોઈ કંઇપણ કહેવા તૈયાર નથી કે કોઈ મદદ પણ કરતું નથી કે તે દિવસે કઈ કાર બિલ્ડિંગના કેમ્પસમાં આવી હતી.
આ પણ વાંચોઃ રક્ષાબંધનના તહેવારમાં સુરતીઓએ તે મીઠાઈ આરોગી લીધા બાદ રીપોર્ટ આવ્યો અનફીટ
જે બાળકનું નેત્રદાન કર્યું તેના આરોપીની ધરપકડ થાય તે માટે તરસી રહી છે માતાપિતાની આંખો - સુરત પોલીસ
સુરતમાં જૈન પરિવારના સાડાત્રણ વર્ષના બાળકનું બિલ્ડિંગના કેમ્પસમાં કારચાલકે કચડી મારી મોત નિપજાવ્યું હતું. આ ઘટનાને 9 દિવસ વીત્યા હોવા છતાં સંવેદનશીલ ગણાતી સુરત પોલીસ અત્યાર સુધી બાળકના હત્યારાને શોધવામાં નિષ્ફળ રહી છે. બાળકનાં માતાપિતાએ પોતાના માસૂમ બાળકનું નેત્રદાન કરી બીજાને રોશની આપી છે, પરંતુ તેના બાળક સાથે થયેલ હિટ એન્ડ રનની ઘટનામાં અત્યાર સુધી ન્યાય અપાવી શક્યાં નથી.
જે બાળકનું નેત્રદાન કર્યું તેના આરોપીની ધરપકડ થાય તે માટે તરસી રહી છે માતાપિતાની આંખો