સુરત : સુરત શહેરના દિવસેને દિવસે આત્મહત્યાના(Suicide Case in Surat) કેસ વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર શહેરના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પાંડેસરા વિસ્તારના એપાર્ટમેન્ટમા 8માં માળેથી મહિલાએ છલાંગ (Woman Commits Suicide from 8th Floor) લગાવતા ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :નફીસા આત્મહત્યા કેસ: પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, થયા મોટા ખુલાસા
બનાવ સાથે લોકો ગભરાયા - મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર મહિલા માનસિક બીમારીથી પીડાતા હતી. જેમની છેલ્લા પંદર દિવસથી દવાઓ ચાલી રહી છે. આ દવાઓથી કંટાળીને તેમણે પોતાના જ ઘરમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરતા એપાર્ટમેન્ટના લોકો, દુકાનદારો આ દ્રશ્ય જોઇને ગભરાઇ ગયા હતા. બનાવ બનતા જ લોકો બૂમાબૂમ કરી બેઠા હતા. જોકે ઘટનાની જાણ થતા જ પાંડેસરા (Woman Commits Suicide in Pandesara) પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :નફીસા આત્મહત્યા કેસ : તાંદલજા આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધતી પોલીસ, આરોપી વિશે શું કાર્યવાહી થઇ તે જાણો
બીમારીથી કંટાળીને મારી મૃત્યુની છલાંગ - આ બાબતને લઈને પાંડેસરા પોલીસે જણાવ્યું કે, અમને આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા PCR-3 ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી. મહિલાએ 8માં માળેથી છલાંગ મારી (Woman Commits Suicide in Surat) આત્મહત્યા કરી છે. પરંતુ તેમના પરિવાર દ્વારા એમ જાણવા મળ્યું છે કે, તેઓ કોઈક માનસિક બીમારીથી પીડાતા હતા. તેમને ઘણા દિવસોથી દવા ચાલતી હતી. જેમને કારણે તેઓ દવાઓ ખાઈને કંટાળી ગયા હતા. જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેઓ હજી સુધી સામે આવ્યું છે. હાલ તમે વધુ (Surat Crime Case) તપાસ હાથ ધરી છે.