ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સ્મશાન ગૃહ બહાર પોલીસ અને માર્શલના જવાનોને તૈનાત કરાયા - સુરત મ્યુનિસિપલ કમિશ્નર

સતત વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના આંકડા સરકારી ચોપડે ઓછા અને સ્મશાન ગૃહમાં આવી રહેલા મૃતદેહની સંખ્યાને કારણે ભારે ઉહાપોહ મચ્યો છે. જેથી પાલિકા દ્વારા સ્મશાન ગૃહ બહાર ગત 2 દિવસથી પોલીસ અને માર્શલના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ETV BHARAT
સુરતમાં સ્મશાન ગૃહ બહાર પોલીસ અને માર્શલના જવાનોને તૈનાત કરાયા

By

Published : Jul 16, 2020, 4:57 PM IST

સુરત: પાલિકા દ્વારા કોરોનાના મોતને ભેટેલા દર્દીઓના આંકડા છુપાવવાના આક્ષેપોને પાલિકા કમિશ્નર બંછા નિધી પાનીએ ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, સ્મશાન ગૃહમાં નોન કોવિડ અને કોવિડ બન્ને મૃતદેહોની અંતિમ વિધિ પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્મશાનમાં પોલીસ અને માર્શલના જવાનોની તૈનાતી પર તેમણે જણાવ્યું કે, મૃતદેહની અંતિમ વીધી કરવા મોટી સંખ્યામાં પરિવારના સભ્યો આવે છે. જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ જડવાતું નથી. જેના ભાગરૂપે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સુરતમાં સ્મશાન ગૃહ બહાર પોલીસ અને માર્શલના જવાનોને તૈનાત કરાયા

કમિશ્નર બંછા નિધી પાનીએ વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના કારણે જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, તે આંકડા જ તંત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો અન્ય બીમારી અથવા વયના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેને પણ લોકો કોવિડના મૃતકમાં ગણી રહ્યા છે. જે બીલકુલ પણ યોગ્ય નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવા આવતા લોકો મોટી સંખ્યામાં આવે છે. જેના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાતું નથી. જેથી સ્મશાન ગુહ બહાર સિક્યોરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે.

કોરોનાને અટકાવવા તંત્ર દ્વારા ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દંડ વધારવાનો તંત્રનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ કોરોનાના કારણે માસ્કને પોતાની જીવન શૈલી બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શહેરના જે વિસ્તારોમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસ વધુ આવી રહ્યા છે, તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેથી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં બજારો અને દુકાનો બંધ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details