સુરતઃ મંગળવારે સાંજે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હાથ જોડી ઘરમાં રહી સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી હતી, પરંતુ તેમની વાત જાણે રાજ્યના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી એ સાંભળી નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં 72 કલાકમાં તૈયાર થયેલા કોરોના હોસ્પિટલની વિઝીટ માટે આવેલા આરોગ્યપ્રધાન કુમાર કાનાણી માસ્ક પહેરીયા વગર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ સાથે એકબીજાની નજીક ઉભા જોવા મળ્યા હતા.
સુરતમાં PMની અપીલને આરોગ્યપ્રધાને બનાવ્યો મજાક, વગર માસ્કે ફોટોસેશન કરાવ્યું
કોરોના વાઇરસને લઈ વડાપ્રધાન વારંવાર હાથ જોડી લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરી રહ્યા છે, ત્યારે તેમના જ ગૃહરાજ્ય ગુજરાતમાં આરોગ્યપ્રધાન માસ્ક પહેર્યા વગર ફરતા દેખાયા હતાં. ત્યાં અધિકારીઓ સહિત ડોક્ટરોના ટોળા સાથે નવનિર્મિત કોરોના હોસ્પિટલના વિઝીટ પર આવી ગયા હતા. આ સૌથી ગંભીર બાબત છે કે જ્યારે વડાપ્રધાનની વાત પોતે આરોગ્યપ્રધાન કુમાર કાનાણી પણ સાંભળી રહ્યા નથી. આરોગ્યપ્રધાન સહિત અધિકારીઓ અને મેડિકલ સ્ટાફે પણ માસ્ક પહેર્યા વગર એકબીજાની સાથે તસવીરો ખેચાવી હતી.
વડાપ્રધાનની અપીલને આરોગ્યપ્રધાને માની નથી. તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, પરંતુ તેમની સાથે આ ખાસ હોસ્પિટલ બનાવવા માટે જે સ્પેશિયલ ઓફિસરની નિંમણૂક કરવામાં આવી છે, તેવા મહેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ પ્રીતિ કાપડિયા, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કાંતિ વલર ઘોઘારી અને શહેરના નામાંકિત ડોક્ટરો પણ સામેલ હતા. આ તમામ લોકો પર કોરોના વાઇરસને ડામવાની જવાબદારી છે. જ્યારે પોતે વડાપ્રધાન વારંવાર હાથ જોડીને લોકોને અપીલ કરી રહ્યા હોય અને તેમની આ અપીલને ઘોળીને પી ગયેલા તમામ લોકો સામે માત્ર એક જ પ્રશ્ન છે કે જો તમે વડાપ્રધાનની અપીલ નહીં સાંભળો તો પ્રજાની સામે શું કહેશો.
કુમાર કાનાણીને વગર માસ્ક પહેરી અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ સાથે કોરોના હોસ્પિટલની બહાર ફોટોસેશન પણ કરાવ્યું હતું અને તેમના આ તમામ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે.