- સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ઇ ગ્રામની શરૂઆત કરી હતી
- સુભાષચંદ્ર બોઝ હરીપુરા ગામમાં 1938માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા
સુરત : સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, વર્ષ 2009માં જ્યારે તેમને મુખ્યપ્રધાન હતા. ત્યારે ગુજરાતના હરીપુરા ગામે ઇ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. સુભાષચંદ્ર બોઝ જે ગામમાં 1938માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, તે જ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં ઇ ગ્રામની શરૂઆત કરી હતી.
ડિજિટલાઇઝેશનનો લાભ લોકોને મળી રહ્યો છે
આ યોજના અંતર્ગત હાલ ગુજરાતના દરેક ગામોમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, વર્ષ 2009માં બારડોલી તાલુકામાં આવેલા હરીપુરા ગામમાં તેમને ઇ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. આજે આ યોજના દરેક ગામમાં જોવા મળી રહી છે. જેના થકી ડિજિટલાઇઝેશનનો લાભ લોકોને થઈ રહ્યો છે.