ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીનો 70મો જન્મદિવસ: માત્ર 10 દિવસમાં સુરતના વિવિધ વિસ્તારોમાં 70,000 વૃક્ષારોપણ - surat municipal corporation

આજે એટલે કે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. PM મોદીના 70મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે સુરત નાગરિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો અને વેપારી જૂથોએ શહેરમાં 70,000 વૃક્ષોનું રોપણ કર્યું છે. સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા આ અભિયાન 15 દિવસ અગાઉ શરૂ કરવામાં આવ્યું અને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં શહેરના વિવિધ ભાગોમાં 70,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.

ETV BHARAT
માત્ર 10 દિવસમાં સુરતના વિવિધ વિસ્તારોમાં 70,000 વૃક્ષારોપણ

By

Published : Sep 17, 2020, 3:27 PM IST

સુરત: શહેરમાં માત્ર 10 દિવસમાં 70,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. જેને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ખાસ આયોજન 6 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દ્વારા આ અભિયાન ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ સંસ્થાઓએ જોડાઇને શહેરના વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કર્યું હતું.

માત્ર 10 દિવસમાં સુરતના વિવિધ વિસ્તારોમાં 70,000 વૃક્ષારોપણ

આ અંગે નીરવ શાહે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં 70,000 વૃક્ષો વાવીને તેમને ઉછેરવાના કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતુ.

6 સેપ્ટમ્બરથી શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં 70,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિદ્ધીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં વૃક્ષોનું રોપણ કરી દરેક વઋક્ષની કાળજી લેવાનો સંકલ્પ દરેક લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details