રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકાદ પખવાડિયામાં ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવે (PM Modi Rajkot Visit) તેવી શક્યતા છે. આ વખતે તેઓ રાજકોટ આવશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, જસદણના આટકોટ ગામમાં પાટીદાર સમાજની હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાનને આમંત્રણ (Rajkot Hospital invites PM for Inauguration) આપવામાં આવ્યું છે. જોકે, વડાપ્રધાન કાર્યાલય તરફથી જિલ્લા કલેક્ટરને કોઈ સૂચના મળી હોય તેમ કલેક્ટર તંત્ર દ્વારા હોસ્પિટલ ટ્રસ્ટ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.
હોસ્પિટલના ઉદ્ઘાટન માટે PMને આમંત્રણ આ પણ વાંચો-Gujarat Election 2022: શું ગુજરાત ખરેખર રાજકીય પ્રયોગશાળા છે, અગાઉ ક્યારે થયા હતા પ્રયોગ અને કેમ, આવો જાણીએ
હોસ્પિટલના ઉદ્ઘાટન માટે PMને આમંત્રણ- આ અંગે કલેક્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે, જસદણના આટકોટમાં પાટીદાર સમાજ ટ્રસ્ટની 200 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું (Patidar Samaj Hospital in Atkot village) નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે ટ્રસ્ટે હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ (Rajkot Hospital invites PM for Inauguration) આપ્યું છે. આ હોસ્પિટલમાં રાહત દરે અને સેવાકીય ભાવનાથી જ સર્જરી સુધીની સુવિધા રહેશે તેવું પણ જણાવ્યું હતું.
વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર કોઈ જાહેરાત નહીં આ પણ વાંચો-J P Nadda Gujarat Visit : ભાજપ 2022ની ચૂંટણી માટે તૈયાર છે અને પીએમ મોદીએ આપેલા આ 'વાદ'ને લઇને લડશે
વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર કોઈ જાહેરાત નહીં - વડાપ્રધાનને આમંત્રણ મળ્યા પછી (Rajkot Hospital invites PM for Inauguration) જ વડાપ્રધાનનો રાજકોટ આવવાનો કાર્યક્રમ ગોઠવાતો હોય તેવું માની શકાય છે. જોકે, આ અંગે સત્તાવાર કોઈ સૂચના (PMO India) આપવામાં નથી આવી.
વડાપ્રધાન સહિત કેન્દ્રિય પ્રધાનોના ગુજરાત પ્રવાસ વધ્યા - આપને જણાવી દઈએે કે, રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે વડાપ્રધાન સહિત કેન્દ્રિય પ્રધાનોનો પણ ગુજરાત પ્રવાસ વધ્યો છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતના પ્રવાસે આવીને ગયા. તે દરમિયાન તેમણે કાર્યકર્તાઓને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસમાં આ વર્ષે વધારો થાય તો તે કોઈ નવાઈની વાત નથી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર ધ્યાન ગુજરાતની ચૂંટણી જીતવા પર છે.