સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં જિલ્લાના અને કેન્દ્ર સરકારના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન અહીં 2 કિલોમીટર લાંબો રોડ શૉ પણ કરશે. ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) માત્ર 2 મહિના જ બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
PM મોદી લિંબાયત બેઠક પર કરશે રોડ શૉસુરતની 12 બેઠકોમાંથી માત્ર લિંબાયત બેઠકમાં (limbayat assembly constituency) તેઓ રોડ શૉ કરવા જઈ રહ્યા છે અને આ બેઠક પર આશરે 1,00,000થી વધુ મુસ્લિમ અને મરાઠી સમાજના મતદાતાઓ છે, જે હંમેશા આ બેઠક પર નિર્ણાયક સાબિત થાય છે.
વિકાસકાર્યોનું PMના હસ્તે ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 સપ્ટેમ્બરે લિંબાયત વિધાનસભામાં જંગી જનસભાને (PM Modi Public Meeting in Surat) સંબોધશે. આ પહેલા તેઓ રોડ શૉ કરશે, જેમાં અંદાજિત 25,000થી વધુ લોકો સ્વાગત પણ કરશે. વડાપ્રધાન અહીં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલાં આ મૂલાકાત ખૂબ જ મહત્વ ધરાવે છે, જેને લઈને તંત્ર દ્વારા રોડરસ્તા સહિતની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તેઓ સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે.
રાજકીય રીતે મહત્વનોઆ અંગેનો મુખ્ય કાર્યક્રમ લિંબાયત નિલગિરિ ગ્રાઉન્ડ પર (nilgiri ground surat) યોજાઈ રહ્યો છે. જ્યારે મહર્ષી આસ્તિક સ્કૂલ પાસે હેલિપેડ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો બની રહેશે. તેમના રૂટના રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગોડાદરા મહર્ષી આસ્તિક સ્કૂલ પાસેહેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ હેલિપેડથી લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો (narendra modi road show) માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
2 લાખથી વધુ લોકો PM મોદીને સાંભળવા આવશેસ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલને (sangita patil mla surat) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Surat Visit) રેલી માટે દરેક સમાજના આગેવાનો અને મહિલા મંડળો સંપર્ક કરી રહ્યા છે. જનસભાની વાત કરવામાં આવે તો અહીં 2 લાખથી વધુ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આવશે. હજારોની સંખ્યામાં મહિલાઓ એક જેવી સાડીઓ પહેરીને સ્વાગત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જંગી જનસભા અને સંબોધિત કરશેસુરતની 12 બેઠકો પર ભાજપે વર્ષ 2017ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. પાટીદાર ફેક્ટરની વાત કરવામાં આવે તો, સુરતમાં વરાછા, કતારગામ, કરંજ અને કામરેજ ખૂબ જ મહત્વ ધરાવે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા (PM Modi Public Meeting in Surat) અને રોડ શૉ (narendra modi road show) માટે લિંબાયત વિધાનસભા બેઠકને પસંદ કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં જંગી જનસભા અને સંબોધિત (PM Modi Public Meeting in Surat) કરશે.
PM રશે માસ્ટર સ્ટ્રોક આ તમામને પ્રશ્ન છે, પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી માસ્ટર સ્ટ્રોક રમે છે, જેની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ થશે. એટલું જ નહીં આ વિધાનસભા સુરત લોકસભા અને નવસારી લોકસભા બંનેમાં આવે છે. અને નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ સી આર પાટીલ છે અને જે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022) બાદ મતગણતરી થાય છે. ત્યારે આ બેઠકમાં શરૂના કેટલાક રાઉન્ડમા ભાજપ પાછળ હોય છે આ રાઉન્ડમાં આવા વિસ્તારનો સમાવેશ થાય છે કે જ્યાં મુસ્લિમ સમાજના લોકો વધારે રહે છે.