સુરત : નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ગુજરાતની પ્રજાએ તેમને અપાર પ્રેમ આપ્યો છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વર્ષ થઇ ગયા છે. આઠ વર્ષ દરમિયાન આ નરેન્દ્ર મોદી પ્રત્યે ગુજરાતની પ્રજાનો પ્રેમ ઓછો નહીં પરંતુ વધતો ગયો છે. દેશ વિદેશમાં તેમના ચાહક (PM Modi Fans) છે પરંતુ, સુરતમાં 54 વર્ષીય એક ઓટોરિક્ષા ચાલક મારુતિ કેસરી સિંહ સોલંકી શહેરના કોઈ પણ વિસ્તારમાં પોતાની રીક્ષા લઈને નીકળે તો લોકોને ખબર પડી જતી હોય છે કે હા આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ફેન છે. ઓટો રીક્ષાની (Rickshaw Driver in Surat) આગળ, પાછળ, ડાબી સાઈડ, જમણી સાઈડ, રીક્ષાની અંદર અને રીક્ષાની ઉપર દરેક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તેઓએ લગાવી મૂકી છે.
"વડાપ્રધાન મોદી યુગપુરુષ છે" આ પણ વાંચો :ગુજરાત ટાઈટન્સના અનોખા ચાહક નિકળ્યા વડોદરામાં, ભવ્ય બનાવી રંગોળી
1938થી લઇ અત્યાર સુધી દેશ ના ચલણી નોટો અને સિક્કાઓ -મારુતિ સોલંકી ભાજપના કાર્યકર્તા નથી તેમ છતાં માત્ર નરેન્દ્ર મોદીના (Rickshaw Driver in Surat) પ્રચાર-પ્રસાર માટે તેઓએ રીક્ષા ની ઉપર ભાજપ નો ઝંડો પર લગાવ્યો છે. ત્યાં પણ આ રીક્ષા પસાર થાય છે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની જતું હોય છે, એટલું જ નહીં આ રીક્ષાની ખાસિયત છે કે આ એક નાનું મ્યુઝિયમ બની ગયું છે જે યાત્રી રીક્ષામાં બેસે તેમને દેશ-વિદેશની જાણકારીઓ વાંચવા મળે છે. એટલું જ નહીં તેઓએ વર્ષ 1938 થી લઇ અત્યાર સુધી દેશ ના ચલણી નોટો અને સિક્કાઓ પોતાના ઉપર ચોંટાળ્યા છે. આ કલેક્શન લોકોને આકર્ષિત કરે છે એટલું જ નહીં પોતાની રીક્ષાની (PM Modi Fans in Surat) અંદર ન્યૂઝ પેપર અને પુસ્તકોની કટીંગ લગાવી છે જેના કારણે જ્યારે યાત્રીઓ તેમની ઓટોમાં બેસે તો યાત્રા પૂર્ણ કરતા દરમિયાન તેઓ દેશ-વિદેશની સારી બાબતોની જાણકારી મેળવી શકે.
વડાપ્રધાન મોદીના અનોખા ચાહક આ પણ વાંચો :#ICCWomensT20WorldCup: MEGA FINAL ફેન્સ ઉત્સાહિત, મંધાના નેશનલ ક્રશ
દેશ વિદેશની જાણકારી પણ લગાવી - મારુતિ સોલંકીએ (PM Modi Being a Fan) જણાવ્યું હતું કે, જ્યાં સુધી હાથ પગ છે ત્યાં સુધી સરકારી યોજના લેવાની શું જરૂર છે. હું ક્યારે પણ સરકારી યોજના લીધી નથી. તેમ છતાં હું નરેન્દ્ર મોદીનો ચાહક છું. તેઓ યુગપુરુષ છે વિદેશોમાં દેશની પ્રતિષ્ઠા વધારી છે. હું ક્યારેય પણ બીજાને મત આપતો નથી. એકવાર થાય છે કે વડાપ્રધાન મોદીથી સહમત નહીં રહેનાર યાત્રીઓ મારી રિક્ષામાં બેસતા હોય છે, ત્યારે તમામ વિષયો ઉપર ચર્ચા પણ થાય છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખી હું મારા રિક્ષામાં દેશ વિદેશની જાણકારી પણ લગાવી છે. જેથી તેઓને જરૂરિયાતની જાણકારી મળી શકે. રિક્ષામાં લાગેલા ચલણી નોટ અને સિક્કાઓનું કલેક્શન કર્યું છે અનેકવાર વિદેશીઓએ પણ રીક્ષા માં બેસી આવ્યા છે અને મને પોતાના દેશની નોટો આપી છે જેથી હું મારી રીક્ષામાં લગાવી શકું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક