સુરત : કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી વિકાસપ્રધાન હરદીપસિંહ પુરી (Petroleum Minister Hardeepsinh puri in Surat ) સુરત ખાતે આયોજિત સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઇઝેશન સમિટના (Smart City Smart Urbanization Summit) ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને(Increase in fuel prices in india) લઇને જણાવ્યું હતું કે કેટલીક રાજ્ય સરકાર હજુ પણ ટેક્સ ઓછો કરી રહી નથી. જ્યારે કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવ વધે કે ઓછો થાય એક્સાઇઝ ડ્યુટી વધારતી નથી. ભારતની તુલનામાં અન્ય દેશોએ પેટ્રોલના ભાવ (Price hike in petrol and diesel) વધાર્યા છે.
કેટલીક રાજ્ય સરકાર હજુ પણ ટેક્સ ઓછો કરી રહી નથી આ પણ વાંચોઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની ઓફર પર અમેરિકાએ કહ્યું- ઈતિહાસ ભારતને ખોટી બાજુએ મૂકી દેશે
કોંગ્રેસ સરકારે ડિરેગ્યુલેશનનો જે નિર્ણય લીધો હતો - હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે વર્ષ 2010 જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલના ભાવને ડીરેગ્યુલેટ (Congress government's decision on fuel deregulation) કરી દેવામાં આવ્યું હતું. ડીરેગ્યુલેટનો અર્થ છે કે જે પણ આંતરરાષ્ટ્રીય કિંમત છે, તેની ઉપર કોસ્ટ ઓફ રેટ , કોસ્ટ ઓફ ઈન્સ્યુરન્સ, ડીલર કમિશન અને એક્સચેન્જ મળીને કિંમત હશે. પેટ્રોલની કિંમત વધારે હોય કે ઓછું પણ સરકાર ઇંધણ પર ટેક્સ 32 રૂપિયા પ્રતિ એક્સાઇઝ ટેક્સ લેતી હતી. પ્રતિ બેરલ ભલે કિંમત 19 ડોલર હોય કે 130 ડોલર હોય અમે પ્રતિ લીટર 32 રૂપિયા એક્સાઇઝ ટેક્સ (Tax on fuel) વધુ નથી લીધો. પરંતુ સ્ટેટ ગવર્મેન્ટ વેટ લઈ છે તે પણ ટકાવારીમાં હોય છે. કેટલીક રાજ્ય સરકારો દ્વારા ટેક્સ ઓછો કરવામાં આવ્યો નથી. છેલ્લા એક વર્ષમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતે પેટ્રોલના ભાવમાં (Price hike in petrol and diesel) ઓછો વધારો કર્યો છે.
આ પણ વાંચોઃ Lemon Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ કમોસમી વરસાદ સહિતની મારના કારણે લીંબુના ભાવમાં પણ વધારો
રશિયા યુક્રેન યુદ્ધની અસર- હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જ્યારે મિલિટરી એક્શન (Impact of the Russia-Ukraine War) ચાલી રહ્યું હોય ત્યારે અમે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મમાં શું કરી શકીએ છે એ વિચારતા હોઈએ છે. અમે જાણીએ છીએ કે યુદ્ધ બંધ થાય પણ ક્યારે થશે એ કોઈ કહી શકતું નથી .1 લાખ ચાલીસ હજાર કરોડના બોન્ડ કોંગ્રેસ સરકારે તોડ્યા હતાં તેની સામે અમારે હાલ વધુ ચુકવણી કરવી પડી રહી છે. કોંગ્રેસ સરકારે ડિરેગ્યુલેશનનો જે નિર્ણય લીધો હતો તે ખોટો છે એવું અમે નથી કહી રહ્યા. 5 નવેમ્બરે પેટ્રોલ ને ડીઝલ પરની એક્સાઇઝ 5 અને 10 રૂપિયા ઓછી કરી હતી. પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારત સરકાર તરફથી મળી શકે તેટલી રાહત આપી જ રહ્યા છીએ.